અમદાવાદના ઈસનપુરમાં મંદિરની બહાર ગૌમાંસના ટુકડાં મળતા ખળભળાટ, ઈસનપુર વિસ્તારમાં બંધનું એલાન

આપણું ગુજરાત

Ahmedabad: અમદાવાદના ઇસનપૂરમાં કોમી સૌહાર્દનો માહોલ ડહોળવાના પ્રયાસ થઇ રહ્યા હોય એવો બનાવા સામે આવ્યો છે. હાલ હિંદુઓ માટે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરની બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે. વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. હિન્દુ સંગઠનો દ્વારા આજે ઈસનપુર બંધનું એલાન આપવામાં આવ્યંિ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે કોઈ અસામાજિક તત્વ ગૌવંશની કતલ કરીને મંદીરની બહાર ફેંકી ગયું હતું અથવા એવું પણ હોય શકે કે માંસ લઈ જતાં અહી પડી ગયું હોય. સવારે સ્થાનિકો મંદિરે દર્શન કરવા ગયા ત્યારે રોડ ઉપર મૃત ગૌવંશના ટુકડા જોયા હતા ત્યાર બાદ ભગવાન નગર સોસાયટીની બહાર ગૌવંશનું માથું મળી આવ્યું હતું. પ્લાસ્ટિકના થેલામાં અને કાગળમાં વીંટીને આ ટુકડા રોડ પર મળતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા.
વિશ્વ હિન્દુ પરિષદના આગેવાને જણાવ્યું હતું કે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ આ રીતે કોઈ વ્યક્તિ ગૌવંશનું માસ લઈ જતો હોય ત્યારે પડી ગયું હોય અથવા ધાર્મિક લાગણી દુભાવવા માટે કોઈ જાણી જોઇને મહાદેવના મંદિરની બહાર ફેંકી ગયો હોય તેવી શંકા છે. જેથી અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે પોલીસ કાર્યવાહી કરી 24 કલાકમાં આ કૃત્ય કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે.
આરોપી CCTVમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.