રાજનાથ સિંહ પહોંચ્યા કારગિલ! કહ્યું નહેરુની આલોચના નથી કરતો, પણ…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 23મા કારગિલ વિજય દિવસની ઉજવણી માટે જમ્મુ પહોંચ્યા છે. આ પ્રસંગે તેમણે કારગિલના શૌર્યવીરોને શ્રદ્ધાંજલિ આપી હતી અને રવિવારે તેમણે કહ્યું હતું કે, ભારતની એકતા, અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે ભારતીય સેના અને સુરક્ષા બળોના જવાનોએ જે બલિદાન આપ્યું છે તેની જેટલી ચર્ચા કરવામાં આવે એટલું ઓછું છે. હું તેમના માતા-પિતાને નમન કરું છું તેમણે આ દેશના શુરવીરોને જન્મ આપ્યો. સ્વતંત્રતા પહેલા ભારતને પાંચ યુદ્ધ લડવા પડ્યા હતાં, જેમાં 1948, 1962 ભારત-ચીન યુદ્ધ, 1965 અને 1971 પાકિસ્તાન સાથે યુદ્ધ અને અંતમાં 1999નું કારગિલ યુદ્ધ. આ પાંત યુદ્ધમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો આ વિસ્તાર યુદ્ધક્ષેત્ર હતું. સ્વતંત્રતા બાદ દુશ્મનોની દૃષ્ટિ આ વિસ્તાર પર જ રહી છે, પરંતુ ભારતીય સેનાના અદ્ભુત પરાક્રમ અને બલિદાનને કારણે દુશમનોના મનસૂબા કામિયાબ થઈ શર્યા નહીં.

1962 યુદ્ધ અંગે વાત કરતાં રાજનાથ સિંહે કહ્યું હતું કે 1962માં ચીને લદ્દાખમાં આપણા વિસ્તાર પર કબ્જો કરી લીધો હતો તે સમયે પંડિત જવાહરલાલ નહેરુ દેશના વડા પ્રધાન હતાં. હું નહેરુની મનશા પર સવાલ નહીં ઉઠાવીશ. તેમના ઈરાદા સારા હશે, પરંતુ નીતિ સારી નહીં રહી. જોકે, આજની તારીખમાં ભારત દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં સ્થાન ધરાવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.