મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સાઈબર ક્રાઈમનો ગ્રાફ સતતને સતત ઉપર જઈ રહ્યો છે. છેલ્લાં અગિયાર મહિનાના આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધી ૩,૯૬૦ સાઈબર ગુનાની નોંધ કરવામાં આવી છે. મુંબઈમાં સરેરાશ રોજના ૧૦ સાઈબર કેસની નોંધ થાય છે.
ક્રેડિટ કાર્ડ, ઈલેક્ટ્રિસિટી બિલ, લોન, સેક્સટોર્શન જેવા જુદા જુદા કારણોસર નાગરિકો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવે છે. ઉકેલાયેલા ગુનાની વાત કરીએ તો અત્યાર સુધી પોલીસે ૨૪૩ ગુનાનો ઉકેલ લાવીને ૩૯૫ જણની ધરપકડ કરી છે. સાઈબર ગુના અંતર્ગત ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં વિદેશી નાગરિકોનો સમાવેશ પણ થાય છેે.
જેમ એક્સિડન્ટમાં પહેલાંનો એક કલાક ગોલ્ડન અવર ગણાય છે એ જ રીતે છેતરપિંડીના ગુનામાં ગોલ્ડન અવર સૌથી મહત્વનો હોય છે. નાગરિકો છેતરપિંડી થયા પછી ફરિયાદ નોંધાવવા માટે મોડા આવે છે. જો સમયસર ગુનાની ફરિયાદ નોંધાવવામાં આવે તો રૂપિયા પાછા મળવાની ઘણી શક્યતા રહે છે. છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિએ સાઈબર હેલ્પલાઈનનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવવાનો આહ્વાન મુંબઈ સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.
૧૧ મહિનામાં ૩,૯૬૦ સાઈબર ક્રાઈમ, રોજના સરેરાશ નોંધાય છે ૧૦ ગુના
RELATED ARTICLES