Homeએકસ્ટ્રા અફેરઈમરાનની સેક્સ ટેપ્સ, વાંદરો ઘરડો થાય પણ...

ઈમરાનની સેક્સ ટેપ્સ, વાંદરો ઘરડો થાય પણ…

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને ઉથલાવીને શાહબાઝ શરીફ પાકિસ્તાનની ગાદી પર બેસી ગયા પછી ઈમરાન ફરી રાજકીય રીતે તાકાતવર બનવા મથી રહ્યો છે ત્યારે બીજી તરફ ઈમરાન ખાનના સેક્સ વીડિયો ફરતા થયા છે. થોડા દિવસ પહેલાં જ ઈમરાન ખાનના બે યુવતીઓ સાથેના ત્રણ સેક્સ ચેટના ઓડિયો લીક થયા હતા. હવે ઈમરાનના બીજા છ સેક્સ વીડિયો ફરતા થતાં ઈમરાન ફરી ચર્ચામાં છે.
ઈમરાનના આ વીડિયોમાં એક એક વીડિયો છે પૂર્વ પાકિસ્તાની સાંસદ આયલા મલિક સાથેનો છે. ઈમરાનની અશ્લીલ ઓડિયો ક્લિપમાં ઈમરાન સાથે માદક અવાજમાં સેક્સ ચેટ કરી રહેલી યુવતી આયલા મલિક હોવાની વાતો ચાલી હતી. હવે આયલાનો ઈમરાન સાથેનો સેક્સ વીડિયો પણ વાયરલ થતાં ઓડિયો ક્લિપ તેની જ હોવાની શક્યતા વધુ પ્રબળ બની છે. આયલા મલિક પાકિસ્તાનમાં સાંસદ હતી અને ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ (ઙઝઈં)ની નેતા છે. એક વીડિયોમાં ઈમરાન ખાન એક યુવક સાથે ગંદી હરકતો કરી રહ્યો છે.
ઈમરાન ખાન પાકિસ્તાનમાં ટોચનો રાજકારણી છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન છે તેથી આ સેક્સ વીડિયોથી ખળભળાટ મચે એ સ્વાભાવિક છે પણ આ વીડિયો આઘાતજનક નથી. ઈમરાન ખાન કોલેજમાં ભણતો ત્યારથી જ તેની અય્યાશ જીંદગી માટે કુખ્યાત છે. ઈમરાન ક્રિકેટર હતો ત્યારે પ્લેબોય હતો ને સંખ્યાબંધ છોકરીઓ સાથે તેને શારીરિક સંબંધ હતા. બ્રિટનના અબજોપતિઓની રૂપાળી છોકરીઓથી માંડીને હિંદી ફિલ્મોની અભિનેત્રીઓ સુધી ઈમરાને લફરાંબાજી કરી છે.
પાકિસ્તાનનાં વડાં પ્રધાન બનેલાં બેનઝીર ભુટ્ટો અને ઈમરાન એક જ કૉલેજમાં ભણતાં હતાં. બંનેએ સાથે બહુ રંગરેલિયાં મનાવ્યાં હોવાની વાતો ઘણાં પુસ્તકોમાં લખાયેલી છે. બેનઝીર અત્યારે હયાત નથી પણ તેમનો ભૂતકાળ પણ ભવ્ય હતો. ઈમરાનની પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ એ પહેલાં ઈંગ્લેન્ડમાં ભણેલો ને ત્યાં પણ તેની ઘણી પ્રેમિકાઓ હતી. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો હતા તેથી ઈમરાન ભારત પણ આવતો રહેતો. એ વખતે ઈમરાનને રેખા, ઝિન્નત અમાન અને ડિમ્પલ કાપડિયા સાથે સંબંધો બંધાયેલા એવું કહેવાતું હતું.
ઈમરાને પહેલાં લગ્ન જેમિમા ગોલ્ડસ્મિથ સાથે કરેલાં. એ પહેલાં બ્રિટિશ ઉદ્યોગપતિ લોર્ડ ગોર્ડન વ્હાઈટની દીકરી સીતા સાથે ઈમરાનને ૧૯૮૦ના દાયકામાં સંબંધો બંધાયેલા. બંને સાથે જ રહેતાં ને આ સંબંધથી દીકરી તાયરિયાનનો જન્મ ૧૯૯૨માં થયો હતો. તાયરીયાનની વિગતો છૂપાવી તેનો કેસ પણ પાકિસ્તાનમાં ચાલે જ છે. ઈમરાનને બીજી સ્ત્રીઓ સાથેના સંબંધોથી પણ અનૌરસ સંતાનો થયેલાં છે. એક પુસ્તકમાં કરાયેલા દાવા પ્રમાણે, ઈમરાનને તાયરીયાન ઉપરાંત બીજાં પાંચ અનૌરસ સંતાનો છે.
ઈમરાન રાજકારણમાં આવ્યો ત્યારે સુધરી ગયો છે એવું લાગતું હતું પણ ઈમરાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાને પોતાના પુસ્તકમાં ઈમરાન વિશે લખેલી સ્ફોટક વાતો પરથી સ્પષ્ટ હતું કે, વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ મારવાનું ના ભૂલે.
રેહમ ખાન પહેલાં પત્રકાર હતી ને ઈમરાનથી અંજાઈને પરણી બેઠી પણ નિકાહ પછી તેને ઈમરાનનો અસલી ચહેરો નજીકથી જોવા મળતાં છળી ઊઠી હતી. રેહમે બહુ જલદી ઈમરાન ખાનથી તલાક લઈ લીધા ને પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં તેણે દાવો કર્યો હતો કે, ઈમરાન પાકિસ્તાનીઓની ભલું કરવા નહી પણ પોતાની શરીરની ભૂખ અને હવસ સંતોષવા રાજકારણી બન્યો છે. ઈમરાનની પાર્ટીમાં કોઠા જેવી હાલત છે. ઈમરાનની પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ (ઙઝઈં)માં તેની સાથે શારીરિક સંબંધો બાંધવા તૈયાર હોય ને ઈમરાન ઈચ્છે ત્યારે તેની હવાસ સંતોષવા હાજર થઈ જાય એવી યુવતીઓનો હોદ્દા મળે છે.
રેહમે તો પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ (ઙઝઈં)ની કો-ઓર્ડિનેટર અનિલા ખ્વાજા સાથે ઈમરાનને શરીર સંબંધો હોવાનો પણ આરોપ મૂકેલો. રેહમના આક્ષેપ પ્રમાણે અનિલા અને ઈમરાન વચ્ચે લાંબા સમયથી શારીરિક સંબંધો છે ને બંને પાર્ટીની ઓફિસમાં જ રંગરેલિયાં મનાવતા હતાં. એટલું જ નહીં પણ અનિલા ખ્વાજા ઈમરાનની હવસ સંતોષવા બીજી યુવતીઓને લઈ આવતી હતી. તેને કારણે ઈમરાન અનિલા પર ઓળઘોળ હતો.
રેહમની વાતો પરથી સ્પષ્ટ છે કે, ઈમરાને રાજકારણમાં સફળ થવા માટે ભલે પોતાનો ચહેરો બદલ્યો હોય ને ચુસ્ત મુસ્લિમ હોવાની ઈમેજ ઉભી કરી હોય પણ અંદરથી એ જૂનો અય્યાશ લફરાંબાજ ઈમરાન ખાન જ છે એ સ્પષ્ટ હતું. ઈમરાને પોતાની ચુસ્ત મુસ્લિમ તરીકેની ઈમેજ જાળવવા બુશરા માણિક સાથે લગ્ન કર્યાં છે. ઈમરાન ત્રીજી બીવી બુશરા માણિકને કોઈએ બુરખા સિવાય જોઈ જ નથી. બુશરા આધ્યાત્મિક જીવન જીવે છે અને કાળા જાદુની મદદથી ઈમરાનને વડાપ્રધાનપદે પહોંચાડ્યો હોવાનું કહેવાય છે. આ બધી વાતો ઈમરાન જ ફેલાવે છે એવું પણ કહેવાય છે.
રેહમના આક્ષેપોએ ખળભળાટ મચાવેલો ને અત્યારે સેક્સ વીડિયો ફરતા થતાં પણ ચકચાર મચી જ છે પણ ઈમરાનની નજીકનાં લોકો પણ સ્વીકારે છે કે, રેહમ ખાનની વાતો સાચી છે અને વીડિયો પણ સાચા છે. ઈમરાન પ્લેબોય હતો, છે અને રહેશે. ઈમરાન વડા પ્રધાન બને કે ચુસ્ત મુસ્લિમ હોવાનો દાવો કરે પણ તેની અસલિયત જવાની નથી.
ઈમરાન તો સુધરવાનો નથી પણ સવાલ આ સેક્સ વીડિયોનો તેની રાજકીય કારકિર્દી પર અસર થશે કે નહીં તેનો છે. મોટાભાગનાં લોકોનું માનવું છે કે, આ વાતોથી ઈમરાનને કોઈ ફરક નથી પડવાનો કેમ કે તેના સમર્થકો તો ઈમરાન અંદર ખાને કેવો છે એ જાણે જ છે. તેમને ઈમરાનને બહાર ઊભી કરેલી ઈમેજ ગમે છે તેથી ઈમરાનનું બીજું બધું માફ કરી દે છે.
ઈમરાન અંગત જીંદગીમાં અય્યાશ છે પણ બહારથી પોતાની એકદમ ધર્મપ્રેમી અને ઈસ્લામના સિદ્ધાંતોને અનુસરનારો માણસ હોવાની ઈમેજ ઊભી કરી છે. ઈમરાન ખુલ્લેઆમ કટ્ટરવાદી સંગઠનોને ટેકો આપે છે. પાકિસ્તાનમાં ઈસ્લામના સિદ્ધાંતો પ્રમાણે જ શાસન ચાલશે એવી વાતો કરે છે કે જેથી તેની મતબેંક મજબૂત થાય. ઈમરાન એ હદે ઈસ્લામને ઈસ્લામના સિદ્ધાંતોની વાતો કરે છે કે, પાકિસ્તાનમાં તો તેના વિરોધીઓ તેને તાલિબાન ખાન જ કહે છે.
આ સંજોગોમાં ઈમરાનને કોઈ ફરક નહીં પડે. કટ્ટરવાદીઓના જોરે ઈમરાન ટક્યો છે ને ટકી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular