કોપર, બ્રાસ અને ઝિન્કમાં ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતા સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી તેમ જ ગઈકાલની જન્માષ્ટમીની રજા પશ્ર્ચાત્ આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને કોપર અને બ્રાસની વેરાઈટીઓ અને ઝિન્ક સ્લેબમાં ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો, સ્થાનિક ડીલરો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૧૨નો સુધારો આવ્યો હતો, જ્યારે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧નો ઘટાડો આવ્યો હતો અને એલ્યુમિનિયમ, ટીન તથા નિકલમાં ખપપૂરતી માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે કોપર અને બ્રાસની વેરાઈટીઓ ઉપરાંત ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ વધીને રૂ. ૭૦૦, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૬૧૦, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૯ વધીને રૂ. ૬૬૬, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૮ વધીને રૂ. ૬૭૧, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૭ વધીને રૂ. ૬૬૧, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૫૨૫ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને અનુક્રમે રૂ. ૪૭૫ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટીને રૂ. ૧૮૯ના મથાળે રહ્યા હતા. આ સિવાય એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ટીન અને નિકલમાં ખપપૂરતી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૪, રૂ. ૨૧૮, રૂ. ૨૧૫૦ અને રૂ. ૧૯૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.