Homeદેશ વિદેશવિશ્ર્વ બજાર પાછળ બ્રાસ અને ઝિન્કમાં સુધારો

વિશ્ર્વ બજાર પાછળ બ્રાસ અને ઝિન્કમાં સુધારો

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને કોપર વાયરબાર સિવાયની અમુક વેરાઈટીઓ, બ્રાસ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટો અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૬નો સુધારો આવ્યો હતો, જ્યારે કોપર વાયરબાર, લીડ ઈન્ગોટ્સ, ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૫નો ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ રહેતાં લંડન ખાતે ઝિન્કના ભાવમાં ૦.૬ ટકાનો અને કોપર તથા એલ્યુમિનિયમના ભાવમાં ૦.૪ ટકાનો સુધારો આવ્યાના અહેવાલ હતા.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ધાતુ બજારમાં પણ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું જેમાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૬ વધીને રૂ. ૪૯૫, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૬૪૫ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૬૬૬, રૂ. ૬૫૬, રૂ. ૪૫૦ અને રૂ. ૨૬૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૫ ઘટીને રૂ. ૨૨૦૫, ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટીને રૂ. ૧૯૩૫, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૭૧૪ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. ૧૯૪ના મથાળે રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular