RBIએ ફરી રેપો રેટ વધારવાના સંકેત આપ્યા, વધુ વ્યાજ મળશે
દેશના કરોડો બેંક ગ્રાહકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે તમારી જમા મૂડીને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. દેશની કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફરી એકવાર રેપો રેટ વધારવાના સંકેત આપ્યા છે.
આરબીઆઈએ તેના માસિક બુલેટિનમાં જણાવ્યું હતું કે બેન્કોના થાપણ આધારને વિસ્તૃત કરવાના પ્રયાસમાં ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં વધુ વધારો કરવાની ફરજ પડી શકે છે.
રેપો રેટમાં વધારાની અસરઃ
નોંધનીય છે કે મે 2022 થી એટલે કે કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી છેલ્લા 9 મહિનામાં, અન્ય બેંકોના FD દરોમાં બમ્પર વધારો થયો છે. આવી સ્થિતિમાં આરબીઆઈનું માસિક બુલેટિન પણ ફરી એક વખત એપ્રિલ મહિનામાં રેપો રેટ વધવાના સંકેત આપી રહ્યું છે. દરમિયાન, કેન્દ્રીય બેંક દ્વારા રેપો રેટમાં વધારો કર્યા પછી, એક તરફ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો થાય છે, પરંતુ તે જ સમયે, લોન લેનારાઓના ખિસ્સા પર પણ બોજ વધે છે. રેપો રેટમાં વધારો થવાથી બેંક લોન વધુ મોંઘી બને છે, એટલે કે લોન લેનારાઓએ વધુ EMI ચૂકવવા પડે છે.
વાર્ષિક ધોરણે FD દરમાં 13%થી વધુનો વધારોઃ
આરબીઆઈએ તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે બેંકોના ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં વધારો થવાને કારણે બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં વાર્ષિક ધોરણે $13.2નો વધારો થયો છે. બેંક માર્કેટના ડેટા અનુસાર ટોચની 10 બેંકોના ત્રણ વર્ષ માટે સરેરાશ FD દર 7.5% છે.
આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે યુએસમાં નાદાર બેંકોની અસર ભારતીય બજારો પર મર્યાદિત રહેશે. આરબીઆઇએ એમ પણ જણાવ્યું હતું કે બજાર આ વૈશ્વિક નાણાકીય સંકટનો સામનો કરવા માટે તૈયાર છે.
ઘણા વિશ્લેષકોનું પણ માનવું છે કે યુએસ બેંકિંગ સિસ્ટમમાં નાદારીની સુનામી વચ્ચે આરબીઆઈ એપ્રિલમાં ફરી એકવાર રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. આથી, જો આવું થાય, તો મે 2022 થી અત્યાર સુધીમાં રેપો રેટમાં કુલ 275 બેસિસ પોઈન્ટ્સનો વધારો થશે.