હવામાન વિભાગની મહત્વની આગાહી: ગુજરાતમાં આ તારીખથી ફરી વધશે વરસાદનું જોર

આપણું ગુજરાત

ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું હતું. રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પહેલા રાઉન્ડમાં જ રાજ્યમાં સીઝનનો 50 ટકાથી વધુ વરસાદ પડી ચુક્યો છે. હાલ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે જોકે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. ત્યારે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે.
આ દરમિયાન હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે ત્યારે અમુક જગ્યાઓ ભારે વરસાદ પણ પડી શકે છે. આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. વલસાડ,નવસારી,ડાંગ સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં અમદાવાદના ધોળકામાં 3 ઈંચ, મહેસાણાના કડીમાં બે ઈંચ, રાધનપુરમાં દોઢ ઈંચ, જ્યારે ભાભર, ખેરગામ અને ધોલેરામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યના કચ્છ ઝોનમાં સીઝનનો 103 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 57.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 72.89 ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 44.82 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 32.40 ટકા વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની માહોલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.