પંજાબ કેબિનેટનો મહત્વનો નિર્ણય, 600 યુનિટ વીજળી મફત આપવામાં આવશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માને તેમની કેબિનેટ સાથે બુધવારે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. તેમની આ બેઠકમાં મફત વીજળી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભગવંત માને કહ્યું કે આજે કેબિનેટના સાથીદારો સાથે બેઠક યોજાઈ હતી. અમે પંજાબના લોકોને જે સૌથી મોટી ગેરંટી આપી છે તે મફત વીજળીના નિર્ણય પર મહોર મારવામાં આવી છે. પંજાબમાં લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત વીજળી મળશે. અમે પંજાબ-પંજાબીઓને આપેલા તમામ વચનો પૂરા કરીશું.

पंजाब की जनता को हमने एक बड़ी गारंटी दी थी कि सरकार बनते ही हम 300 यूनिट बिजली मुफ़्त में देंगे। सरकार के इस फ़ैसले पर आज कैबिनेट की मुहर लग गई है।

अब हर बिल पर 600 यूनिट बिजली माफ़ होगी।
हम पंजाब की जनता से किए सभी वादों को पूरा करेंगे।

हम जो कहते हैं, वो करते हैं।

— Bhagwant Mann (@BhagwantMann) July 6, 2022

“>

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી (AAP) સરકારે વિધાનસભાની ચૂંટણી વખતે પંજાબમાં 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવા અને ઘરે ઘરે રાશન વિતરણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે, હવે તેમણે દરેક બિલ પર 600 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.

1 thought on “પંજાબ કેબિનેટનો મહત્વનો નિર્ણય, 600 યુનિટ વીજળી મફત આપવામાં આવશે

  1. As some former senior IAS officers have noted Punjab is insolvent and bankrupt. Where will rhis money to pay for 600 units of electricity come from? Some years bac former PM IK Gujaral forgave Punjab’s debt. Don’t expect PM Modi to be in a mood to finance this profligate largess!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.