ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: ગણેશોત્સવમાં મૂર્તિની ઉંચાઈના પ્રતિબંધો હટાવાયા, બાપ્પાના ભક્તોમાં આનંદ

આપણું ગુજરાત

આગમી મહિનાઓમાં તહોવારોની સીઝન ચાલુ થવા જઈ રહી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ તહેવારો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે ગણેશચતુર્થીના તહેવારને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે આગામી ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. હવે બાપ્પાના ભક્તો ગમે તેટલી ઊંચાઈની મૂર્તિની સ્થાપન કરી શકે છે.

નોંધનીય છે કે વર્ષ 2021ના ગણેશોત્સવમાં કોરોનાની  સ્થિતીને ધ્યાને લઇને જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં આવતી મૂર્તિની ઊંચાઇની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારિત થયેલી હતી.

“>

 

કોરોનાના કેસ ઓછા થતા તમામા પ્રકારના પ્રતિબંધોમાં છૂટ અપાઈ છે. તેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે.

જોકે ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનોનું પાલન કરવાનુ રહેશે.

 

1 thought on “ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: ગણેશોત્સવમાં મૂર્તિની ઉંચાઈના પ્રતિબંધો હટાવાયા, બાપ્પાના ભક્તોમાં આનંદ

  1. Religious celebrations have assumed occasions tp showoff and one upmanship. These oversized statues pose many problems while being transported for installing and later on for immersion in waterbodies. Mumbai is a good example to illustrate this point. Traffic is held up both these times for extended hours holding up essential services like fire brigade and ambulance. When taking the idols for immersion in the sea special platforms are made to place the idols on and transport them into the sea. Some swimmers try to support the platform so that it may not become destabilized for the idol to topple and resulting turbulence can and does pose mortal danger to the swimming supporters. Some have drowned in the past. The waves cannot be controlled. It is government’s duty–nay obligation to see that citizens lives are not endangered. Hence the size of the idols must be within manageable proportions. Of course the organizers may have grandiose plans, but these must be thwarted in public interest.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.