Homeઆપણું ગુજરાતગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: હોમગાર્ડ અને જીઆરડી જવાનોના પગારમાં વધારો

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: હોમગાર્ડ અને જીઆરડી જવાનોના પગારમાં વધારો

આજે બપોરે ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થવા જઈ રહી છે ત્યાર બાદ આચારસંહિતા લાગુ થઇ જશે. એ પહેલા ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે.
આ પગાર વધાર બાદ હવે હોમગાર્ડના જવાનને પ્રતિદિન 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે. આમ 150 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. આ સાથે GRD જવાનને પ્રતિદિન 200 રૂપિયાના બદલે 300 રૂપિયા આપવામાં આવશે. 1 નવેમ્બર 2022થી હોમગાર્ડ અને GRDના જવાનોનો પગાર વધારો લાગુ પડશે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના પગાર વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજો પડશે.
ગાંધીનગર ખાતે હોમ ગાર્ડનો સેવા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ગૃહ રાજ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 1 નવેમ્બર 2022 થી માનદ વેતનમાં કરાયેલો સુધારો લાગુ પડશે. હોમ ગાર્ડ અને GRD માટે વધારાનો ખર્ચ કરવાનો તાત્કાલિક નિર્ણય એટલે લીધો કેમકે તમે ગુજરાતની સેવામાં કોઈ કસર છોડી નથી. છેલ્લા 1 વર્ષમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે 5,292 પુરુષ અને 361 મહિલા સહિત હોમગાર્ડ 5,653 માનદ હોમગાર્ડ સભ્યો નિમાયા છે.

RELATED ARTICLES

Most Popular