મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથના વિધાનસભ્યોની સુરક્ષા માટે તહેનાત નિર્ભયા ફંડ હેઠળ ખરીદવામાં આવેલાં વાહનોને તાત્કાલિક પાછાં ખેંચી લેવામાં આવે, એવી માગ સોમવારે એનસીપીએ કરી હતી.
વિરોધ પક્ષે જણાવ્યું હતું કે આ વાહનો નિર્ભયા સ્કવોડને પાછાં આપવાં જોઇએ, જે મહિલાઓ અને છોકરીઓ સામે થતા વિવિધ ગુનાઓને રોકવા માટે રચવામાં આવેલું સમર્પિત દળ છે. શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીએ મહારાષ્ટ્ર પોલીસના વડાને આ અંગે પત્ર લખ્યો છે.
એક પોલીસ અધિકારીએ એવો દાવો કર્યો હતો કે મુંબઈ પોલીસે નિર્ભયા ફંડમાંથી આ વર્ષની શરૂઆતમાં ખરીદેલાં કેટલાંક વાહનોનો ઉપયોગ મુખ્ય પ્રધાનની આગેવાની હેઠળના શિવસેના જૂથના વિધાનસભ્યો અને સાંસદોને વાય-પ્લસ સુરક્ષા આપવા માટે કરવામાં આવી રહ્યો હતો.
નિર્ભય ફંડની રચના પોલીસ તંત્રને રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લગતા મુદ્દાઓને અસરકારક રીતે ઉકેલવા માટે સક્ષમ બનાવવા માટે કરવામાં આવી હતી. મહિલાની સુરક્ષા માટેનાં વાહનોને ડાયવર્ટ કરવા અને સરકારને ટેકો આપતા વિધાનસભ્યોની સુરક્ષા માટે તેમની સેવામાં દબાણ કરવું એ નિર્ભય યોજનાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, એવું એનસીપીના પ્રવક્તા મહેશ તાપસેએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)
નિર્ભયા ફંડ હેઠળ ખરીદવામાં આવેલાં વાહનોને તાત્કાલિક પાછાં ખેંચો : એનસીપી
RELATED ARTICLES