મુંબઈગરા ફરી એકવાર છત્રી રેઈનકોટ તૈયાર રાખજો! આગામી ચાર-પાંચ દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી

આમચી મુંબઈ

મુંબઈ: સાંતાક્રુઝ વેધશાળા દ્વારા ૧૨૪૪ મી.મી. વરસાદની નોંધ સાથે જુલાઈ મહિનાનો અંત આવ્યો, જે નોંધાવે છે કે એક દાયકામાં જુલાઈમાં આ ચોથો સૌથી વધુ વરસાદ છે. છેલ્લાં ૧૦ વર્ષ પર નજર કરીએ તો ૨૦૨૦માં ૧૫૦૨.૬ મી.મી., ૨૦૧૯માં ૧૪૬૪.૮ મી.મી. અને ૨૦૧૪માં ૧૪૬૮.૫ મી.મી. જ્યારે ૨૦૨૨માં ૧૨૪૪ વરસાદ નોંધાયો હતો. દરમિયાન આગામી ચાર-પાંચ દિવસ મધ્યમથી હળવો વરસાદ નોંધાય એવી આગાહી કરવામાં આવી હતી.
ચોમાસાના ચાર મહિનાઓમાં મુંબઈ માટે જુલાઈ મહિનો સૌથી વધુ વરસાદની નોંધ થતી હોવાનું માનવામાં આવે છે. આ મહિનામાં સરેરાશ ૯૧૯ મી.મી. વરસાદ આવતો હોય છે પણ આ વર્ષે શરૂઆતના ૧૨ દિવસમાં જ ઉક્ત આંકડો વટાવી ગયો હતો. આ વર્ષે જુલાઈ મહિનામાં સરેરાશથી વધુ વરસાદ નોંધાયો હતો. જોકે છેલ્લા ચાર દિવસથી વરસાદ નહિવત રહ્યો હતો. નહિવત એટલે છેલ્લા ૨૪ કલાકના સમયગાળામાં નોંધાયેલો વરસાદ ૨.૫ મી.મી.ની નીચે હોય. આગામી ચાર-પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ આવે, એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.