દેશભરમાં ચોમાસું સક્રિય, અનેક રાજ્યોમાં ભારે વરસાદ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: ચોમાસું આખા દેશમાં સક્રિય થઈ ગયું છે ત્યારે આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે દિલ્હી માટે યલો એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

 

YouTube player

 

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લાં બે દિવસથી અનરાધાર વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે ૮ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યાની વચ્ચે મુંબઈના પૂર્વ ઉપનગરમાં ૫૮.૬ મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પશ્ચિમ ઉપનગરમાં ૭૮.૬૯ મિમી વરસાદ નોંધાયો હતો. આગામી ૪૮ કલાકમાં અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મંગળવારે ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ઓડિશા, દક્ષિણ ઝારખંડ અને પશ્ચિમ બંગાળને લગતા વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર યથાવત છે. જેના કારણે મધ્ય ભારત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.