મુંબઈ શહેરમાં સોમવાર સાંજથી વરસાદે જોર પકડ્યું છે ત્યારે મંગળવારે સાંજે પરાંના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. અંધેરી સબવે, વરલી, સાયન અને જેજે ફ્લાયઓવર જેવા વિસ્તારોમાં પાણી ભરાવવાને કારણે ટ્રાફિકજામની સ્થિતિ નિર્માણ થઈ હતી, પરિણામે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આશંકા છે. આ સાથે હવામાન વિભાગે યેલ્લો એલર્ટ જાહેર કર્યું હતું,
મળતી માહિતી અનુસાર દક્ષિણ મુંબઈમાં અત્યાર સુધીમાં 50 મિમી જેટલો વરસાદ પડ્યો છે ત્યારે ભાંડુપ અને મુલુંડ જેવા વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંગળવારે ચેમ્બુર, અંધેરી, વિદ્યાવિહાર, ઘાટકોપર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનની રફ્તાર ધીમી પડી હતી. મેઈન અને હાર્બર લાઈનની ટ્રેનો સમય કરતાં 10-15 મિનીટ મોડી દોડી હતી જ્યારે પશ્ચિમ રેલવેની ટ્રેનો પણ પાંચથી 10 મિનિટ લેટ હતી.

Google search engine