બપ્પાના આગમન સાથે મેઘરાજાની થશે રિએન્ટ્રી, જાણો હવામાન ખાતાએ શું કરી છે આગાહી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈમાં મેઘરાજાએ ખમૈયા કર્યા છે ત્યારે ગણેશ ચતુર્થીથી ફરી એક વાર વરસાદ હાજરી પૂરાવે તેવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. છેલ્લાં કેટલાક દિવસથી મુંબઈમાં વરસાદ ન પડવાને કારણે ઉકળાટ વધી ગયો હોવાથી તાપમાનનો પારે 32 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
ગણપતિ બાપ્પાના આગમન સાથે ચોમાસું ફરી એક વાર સક્રિય થાય એવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મુંબઈમાં છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે આ સાથે તાપમાન 26 ડિગ્રી સુધી પહોંચે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.