Homeટોપ ન્યૂઝચલણી નોટ પર તસવીરનો વિવાદ વકર્યો! હવે આંબેડકરની તસ્વીરની માંગ

ચલણી નોટ પર તસવીરનો વિવાદ વકર્યો! હવે આંબેડકરની તસ્વીરની માંગ

અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધી સાથે લક્ષ્મી-ગણેશના ફોટાની માંગ કરીને વિવાદનો મધપુડો છંછેડ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ આ માંગ પર કોંગ્રેસથી લઈને ભાજપ હરકતમાં આવી છે. બીજેપીએ આને હિન્દુત્વ પર કેજરીવાલનો યુ-ટર્ન ગણાવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ પણ આ વિવાદને આગળ વધાર્યો છે.
કેજરીવાલ દ્વારા માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની તસ્વીર નોટ પર છાપવાની માંગ કરાયા બાદ છત્રપતિ શિવાજી અને બાબાસાહેબ આંબેડકરના ફોટો છાપવાની પણ માંગ ઉઠી છે. બીજેપી નેતા નીતિશ રાણેએ કહ્યું છે કે નોટો પર છત્રપતિ શિવાજીની તસવીર હોવી જોઈએ. તેમણે આવી નોટની ફોટોશોપ કરેલી તસવીર પણ પોસ્ટ ટ્વીટર પર કરી છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ માંગ કરી હતી કે ભારતીય ચલણી નોટો પર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીર હોવી જોઈએ.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરનારા અરવિંદ કેજરીવાલનો આ યુ-ટર્ન છે. કોંગ્રેસ નેતા સલમાન સોઝે કહ્યું, જો નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો સમાવેશ કરવાથી સમૃદ્ધિ આવશે તો અલ્લાહ, જીસસ અને ગુરુ નાનકને પણ તેમાં સામેલ કરવા જોઈએ.
આ સમગ્ર વિવાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સથી શરૂ થયો હતો. કેજરીવાલે માંગ કરી હતી કે ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધી સાથે ભગવાન લક્ષ્મી-ગણેશની તસવીર હોવી જોઈએ. જો તે રાજી થશે તો ભારતીય અર્થતંત્ર મજબૂત થશે અને ડોલર સામે રૂપિયો સુધરશે. આ દરમિયાન તેમણે ઈન્ડોનેશિયાનું ઉદાહરણ પણ રજૂ કર્યું હતું.

RELATED ARTICLES

Most Popular