ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા હાલમાં જ એક નોટિસ જારી કરીને તબીબી પ્રેક્ટિશનરોને સીઝનલ ફીવર (મોસમી તાવ), ઉધરસ અને શરદીના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને એન્ટિબાયોટિક દવાઓના પ્રિસ્ક્રિપ્શનથી દૂર રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉધરસ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, તાવ, શરીરમાં દુખાવો અને ઝાડા જેવી બિમારીઓ દર્દીઓમાં વધુ જોવા મળી રહી છે. જેને પગલે IMAએ ડોકટરોને જણાવ્યું હતું કે, મોટાભાગના કિસ્સાઓમાં ચેપ H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કારણે ફેલાય છે અને તે સામાન્ય રીતે પાંચથી સાત દિવસ સુધી રહે છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા અને અન્ય વાયરસને કારણે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન મોસમી શરદી અથવા ઉધરસ થવી એ ખૂબ જ સામાન્ય બાબત છે અને તેમાં પણ મોટેભાગે 50 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે. લોકો તાવની સાથે રેસ્પીરેટ્રી ઇન્ફેક્શનનો સામનો કરે છે. આ નોટિસમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ફક્ત લક્ષણોની સારવાર આપો, એન્ટિબાયોટિક્સ આપવાની જરૂર નથી. અત્યારે, લોકો એઝિથ્રોમાસીન અને એમોક્સીક્લાવ વગેરે જેવા એન્ટિબાયોટિક્સ લેવાનું શરૂ કરે છે, તે પણ ડોઝ અને ફ્રીક્વન્સીની પરવા કર્યા વિના અને જ્યારે સારું લાગે છે ત્યારે તેને બંધ કરી દે છે. ભવિષ્યમાં પછી જ્યારે પણ એન્ટિબાયોટિક્સની ખરેખરમાં જરૂર હશે, ત્યારે તે એન્ટીબોડીઝને કારણે અસર કરશે નહીં. IMAએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અન્ય ઘણી એન્ટિબાયોટિક્સનો બીજા કારણો માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ડાયેરિયાના 70 ટકા કેસોમાં ડૉક્ટરો એન્ટિબાયોટિક્સ લખી આપે છે, તેની જરૂર ન હોય તો પણ. IMAએ આગળ ઝાડા અને UTIમાં એમોક્સિસિલિન, નોરફ્લોક્સાસીન, સિપ્રોફ્લોક્સાસીન, ઓફલોક્સાસીન અને લેવોફ્લોક્સાસીન જેવી વ્યાપકપણે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી કેટલીક એન્ટીબાયોટીક્સનું નામ આપ્યું છે. એન્ટિબાયોટિક્સ આપતાં પહેલા ઇન્ફેક્શન બેક્ટેરિયલ છે કે નહીં તેનું નિદાન કરવું જરૂરી છે, એવું IMA દ્વારા નોટિસમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું.
IMAએ આપી ડોકટરોને દર્દીને એન્ટીબાયોટિક નહીં આપવાની સલાહ, કારણ જાણો અહીં…
RELATED ARTICLES