“હું માન્ચેસ્ટર યુનાઇટેડ ખરીદવા જઈ રહ્યો છું” ઇલોન મસ્કે ટ્વીટ કર્યું, લોકો મૂંઝવણમાં

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ટ્વીટર ખરીદવાનો સોદો(Twitter deal) રદ કર્યા બાદ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલોન મસ્કે(Elon Musk) ફરી એક મોટી જાહેરાત કરી છે. એલોન મસ્કે ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેઓ ઇંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડને(Manchester united) ખરીદવા જઈ રહ્યા છે. જેને કારણે ફૂટબોલ જગતમાં ચર્ચાનો માહોલ ગરમ થઇ ગયો છે.
આજે એલોન મસ્કે ટ્વીટર પર અમેરિકાના રાજકારણને લઈને ટ્વિટ કર્યા હતા. ત્યાર બાદ આ જ ટ્રેન્ડમાં તેમણે એક ટ્વિટમાં જાહેરાત કરી કે હું માન્ચેસ્ટર યુનાઇટેડ ખરીદવા જઈ રહ્યો છું. નોંધનીય છે પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આ ક્લબ તરફથી રમે છે.
જોકે ઈલોન મસ્કે ક્લબની ખરીદી અંગે કોઈ વિગતવાર માહિતી આપી નથી. ઇલોન મસ્કે ફક્તએક ટ્વિટ જ કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘હું સ્પષ્ટ કરી દઉં કે હું રિપબ્લિકન પાર્ટીના ડાબા ભાગને અને ડેમોક્રેટિક પાર્ટીના જમણા ભાગને સમર્થન આપું છું’ ત્યાર બાદ તેમણે ટ્વિટમાં લખ્યું કે – ‘અને હા હું માન્ચેસ્ટર યુનાઈટેડ ખરીદવા જઈ રહ્યો છું. તમારું સ્વાગત છે.’ મસ્કના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવવા લાગી.

“>

જ્યારે ટ્વીટની વાત આવે ત્યારે મસ્ક કેટલા ગંભીર છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ ટ્વીટને કારણે માન્ચેસ્ટર યુનાઇટેડમાં હળકંપ મચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ક્લબના નબળા પ્રદર્શનને કારણે માન્ચેસ્ટર યુનાઇટેડના ચાહકો વર્તમાન અમેરિકન માલિક ગ્લેઝર પરિવારને ટીમ વેચી દેવાની વાત પણ કરતા હતા.
નોંધનીય છે કે એલોન મસ્કે રદ કરેલ ટ્વીટર સોદા મામલે ટ્વીટરના બોર્ડ માસ્કને કોર્ટમાં ઢસડી ગયું છે ત્યારે માન્ચેસ્ટર યુનાઇટેડ અંગે એલોન મસ્ક આગળ શું કરે છે તેમાં પર ફૂટબોલ ચાહકોની નજર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.