Homeઆમચી મુંબઈIIT બોમ્બેમાં જાતિવાદ? કેમ્પસમાં ગભરાયેલા કેમ છે SC/ST વિદ્યાર્થીઓ?

IIT બોમ્બેમાં જાતિવાદ? કેમ્પસમાં ગભરાયેલા કેમ છે SC/ST વિદ્યાર્થીઓ?

ભારતીય પ્રૌધ્યોગિક સંસ્થા (IIT) જેવી દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓ જાતીવાદમાં જકડાયેલા છે અને ગભરાયેલા છે. IIT બોમ્બે દ્વારા પાછલા વર્ષે કરવામાં આવેલ સર્વેમાં કેટલાંક ચોંકાવનારા ખૂલાસા થયા છે. ડ્રાફ્ટ રિપોર્ટમાં આ સંસ્થાને તત્કાળ એક સુરક્ષિત સંસ્થા અને સુરક્ષિત સ્થાન બનાવવા અને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ સર્વે રિપોર્ટ હજી ઔપચારિક રીતે બહાર આવ્યો નથી એક હિન્દી વેબ પોર્ટલના અહેવાલ ને આધારે જાણવા મળ્યું છે કે, IIT જેવી દેશની સર્વ શ્રેષ્ઠ સંસ્થમાં પણ વિદ્યાર્થીઓ જાતીવાદમાં જકડાયેલા અને ગભરાયેલા છે. IIT બોમ્બેના એસસી/એસટી વિદ્યાર્થી સંઘ દ્વારા પાછલા વર્ષે કરવામાં આવેલ એક સર્વેના રિપોર્ટ મુજબ 388 એસસી/એસટી વિદ્યાર્થીઓમાંથી લગભગ એક તૃત્યાંશ વિદ્યાર્થીઓ કહ્યું કે તેઓ કેમ્પસમાં પોતાની જાતીને લઇને સહજતાથી વાત કરતા સંકોચ અનુભવે છે, તેઓ સહજતાથી આ વાત અન્ય લોકોને કરી શકતા નથી.

ફેબ્રુઆરી 2022ના સર્વેના રિપોર્ટમાંથી મળેલ વિગતો મુજબ જ હજી ઔપચારિક રિતે બહાર પાડવામાં આવ્યો નથી. આ સર્વે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 131 વિદ્યાર્થીઓ (33.8%) એ કહ્યું કે તેઓ પોતાની જાતી વિશે માત્ર “એકદમ નજીકના” મિત્રો વચ્ચે જ વાત કરી શકે છે. જ્યારે 27 વિદ્યાર્થીઓ (7.2%) એ કહ્યું કે તેઓ “વિસ્તારીત મિત્રો” સામે આ અંગે ખૂલીને વાત નથી કરી શકતા. અહીં તેઓ જાતીવિષયક ચર્ચા કરતા ડરે છે. “એકદમ નજીકના મિત્રો” જેવા શબ્દો એટલે ઉત્તર આપનારાઓના મત મુજબ માત્ર તેમની જેવા સામાજીક પૃષ્ઠભૂમિવાળા વિદ્યાર્થીઓ અંગે સૂચક શબ્દ ધરાવે છે. અહીં ખબર પડે છે કે જવાબ આપનારા લગભગ 245 (63.2%) વિદ્યાર્થીઓ સહજ રીતે જાતીની ઓળખ પર વાત કરી શકતા નથી.

ડ્રાફ્ટ રીપોર્ટના નોટમાં લખવામાં આવ્યું છે કે, ‘આઇઆઇટી બોમ્બે એસસી/એસટી વિદ્યાર્થીઓ માટે કેટલું શત્રુતાભર્યુ, અસંવેદનશીલ અને અસુક્ષીત સ્થાન છે.’ ડ્રાફ્ટ રિપોર્ટમાં “આઇઆઇટી બોમ્બેને તત્કાળ એક સુરક્ષિત સ્થાન બનાવવા અને ત્યાના વિદ્યાર્થીઓ વચ્ચે વિશ્વાસ ઊભા કરવાના પ્રયાસો તત્કાળ હાથ ધરવા પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. જેથી તેઓ ખૂલીને પોતાની જાતી વિશે વાત કરી શકે.”

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular