Homeસ્પેશિયલ ફિચર્સરાતના સારી ઊંઘ જોઈતી હોય તો ભૂલથી પણ આવું ના કરતા...

રાતના સારી ઊંઘ જોઈતી હોય તો ભૂલથી પણ આવું ના કરતા…

આપણાંથી ઘણા લોકોને ફરિયાદ હોય છે કે રાતે ઊંઘ નથી આવતી અને રાતે નિરાંતે ઊંઘી શકાય એ માટે આપણામાંથી ઘણા લોકો જાત-જાતના ઉપાયો પણ અજમાવતા હશે અને તેમ છતાં પણ તેમને ઊંઘ નથી આવતી હોતી. આજે આપણે અહીં વાત કરીશું કે આખરે રાતે સારી ઊંઘ આવે એ માટે તમારે રાતે ઊંઘતા પહેલાં કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ. દરરોજ રાતે 8-9 કલાકની ઊંઘ લેવાથી બોડી અને માઈન્ડ એકદમ ફ્રેશ ફીલ કરે છે. તો વધારે સમય વેડફ્યા વિના આવો જોઈએ કે આખરે એવી કઈ ભૂલો છે જે કરવાથી તમારે બચવું જોઈએ-
સામાન્યપણે એવું કહેવાય છે કે વધારે પડતાં થાક લાગે એટલે સરસ મજાની ઊંઘ આવે છે, પણ હકીકતમાં ઘણી વખત એવું પણ બને છે કે વધારે પડતાં થાકી જવાને કારણે પણ રાતે ઊંઘ નથી આવતી. આ સિવાય ઊંઘ ન આવે તેનું એક મહત્ત્વનું કારણ તમારી ફૂડ સાઈકલ પણ છે. એટલે રાતે તમે શું અને કેટલું ખાવ છો એ પણ તમારી રાતની ઊંઘ માટે જરૂરી છે.
આ સિવાય શક્ય હોય ત્યાં સુધી રાતના સમયે ચોકલેટ ખાવાનું ટાળો. ચોકલેટમાં કેફીન અને સાકર હોય છે, જે બોડીમાં હોર્મોનને એકદમ એક્ટિવ કરી નાખે છે. આ કારણસર ઘણી વખત લોકોને આખી આખી રાત ઊંઘ નથી આવતી, એટલે રાતે ઊંઘતા પહેલાં ચોકલેટ ખાવાનું ટાળો.
આરોગ્ય માટે કાંદા ખાવાના અનેક ફાયદાઓ છે, પરંતુ રાતના ભોજનમાં કાંદા કે લસણનું વધારે પડતું સેવન જરા પણ હિતાવહ નથી. જો તમે રાતના સમયે સારી ઊંઘ લેવા માંગો છો તો ડિનરમાં લસણ અને કાંદાનું સેવન કરવાનું ટાળો કે પછી તેનું પ્રમાણ ઓછું કરી નાખો.
રાત્રે ચાઈનીઝ, પાસ્તા અને ચાઉમીન જેવી વસ્તુઓને તમારી ડિનર પ્લેટમાંથી તિલાંજલિ આપી દો, કારણ કે આ બધી વસ્તુઓ પચવામાં ભારે પડે છે. ખાધેલું ન પચતાં પણ રાતના સમયે ઊંઘ નથી આવતી. રાત્રે હળવો ખોરાક લેવાથી સારી ઊંઘ આવે છે.
ઘણા લોકોને રાત્રે ભોજન લેવાના બદલે નાસ્તો કરવાનો શોખ હોય છે તો વળી કેટલાક લોકો એવા પણ હોય છે જેમને રાતે સૂતાં પહેલા નાસ્તો કરવાનું પસંદ કરતા હોય છે. કોર્નફ્લેક્સ, મુસલી કે અન્ય પેકેટ્સ નાસ્તા જો તમે રાતમાં ખાતા હોવ તો આ આદત બદલી નાખો કેમ કે આ બધુ ખાવાથી તેને પચાવવામાં તકલીફ પડે છે અને રાત્રે ઊંઘ ન આવતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular