આતે તે કેવી રાષ્ટ્રભક્તિ! ગરીબોને રાશન માટે તિરંગો ખરીદવા મજબુર કરાઈ રહ્યા છે, વરુણ ગાંધીએ ગરીબો માટે અવાજ ઉઠાવ્યો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ભાજપ શાસિત કેન્દ્ર સરકારની ખામીઓ અને કમીઓને નિર્ભીકપણે ઉજાગર કરતા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા છે. આ વખતે વરુણ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ગરીબોને થઈ રહેલા નુકસાન વિશે જણાવ્યું છે. વરુણ ગાંધીએ ટ્વીટ કરી ગરીબોના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો છે.
વરુણ ગાંધીએ આજે સવારે ટ્વીટર પર એક વિડીયો પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘જો આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી ગરીબો પર બોજ બની જાય તે દુર્ભાગ્યપૂર્ણ છે. રેશનકાર્ડ ધારકોને તિરંગો ખરીદવા દબાણ કરવામાં આવી રહ્યું છે અથવા તેના બદલામાં તેમના ભાગના રાશનમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. દરેક ભારતીયના હૃદયમાં વસતા ત્રિરંગાની કિંમત ગરીબોનો કોળીયો છીનવીને વસુલવીએ શરમજનક છે.’

“>

નોંધનીય છે કે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ મોદી સરકારે 20 કરોડ ઘરો પર તિરંગો લગાવવાનો નિર્ણય લીધો છે. ભાજપ શાસિત રાજ્યો પણ સરકારના આ અભિયાનને ટેકો અપાઈ રહ્યો છે. દરમિયાન હરિયાણાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં રાશન લેવા પહોંચેલા રાશનકાર્ડ ધારકો જણાવી રહ્યા છે કે તેમને ઝંડો લેવા મજબુર કરવામાં આવી રહ્યા છે. રાશનની દુકાન પર ઝંડા માટે 20 રૂપિયા માંગવામાં આવી રહ્યા છે અમારી પાસે રૂપિયા નથી તો અમને રાશન આપવામાં આવતું નથી. કોઈ જણાવી રહ્યું છે કે તેમના રાશનમાંથી ઝંડાની કિંમતનું રાશન કાપી લેવામાં આવે છે.
રાશન લેવા ઈચ્છતા રેશનકાર્ડ ધારકો ઝંડા માટે વધારાના 20 રૂપિયા લઇ ડેપો પર પહોંચ્યા હતા. ડેપોમાંથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે ઝંડો નહીં લેનારાઓને ઓગસ્ટ મહિના માટે ઘઉં આપવામાં આવશે નહીં.
આ મવિડીયો માત્ર હરિયાણામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વાયરલ થયો હતો. ત્યાર પછી બીજેપી સાંસદ વરુણ ગાંધીએ ટ્વિટ કર્યો છે.
વરુણ ગાંધી હંમેશા પોતાની સરકારની અયોગ્ય નીતિઓ પર સવાલ ઉઠાવતા રહ્યા છે. વરુણ ગાંધીએ 6 ઓગસ્ટે ગરીબોને રાશન આપવા અંગે એક ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, ‘જે સદન ગરીબોને 5 કિલો રાશન આપવા માટે ‘આભાર’ ની અપેક્ષા રાખે છે. એ જ સદન જણાવે છે કે 5 વર્ષમાં ભ્રષ્ટાચારીઓની 10 લાખ કરોડ સુધીની લોન માફ કરવામાં આવી છે. ‘મફતની રેવડી’ લેવા વાળાઓમાં મેહુલ ચોક્સી અને ઋષિ અગ્રવાલનું નામ ટોચ પર છે. સરકારી તિજોરી પર પહેલો હક્ક કોનો છે?’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.