જો તમે ઇસ્લામ વિરુદ્ધ જાઓ છો…- જાણો મુસ્લિમ દેશોએ કોને આવી ધમકી આપી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કાઉન્સિલ ઑફ ગલ્ફ કોર્પોરેશન (જીસીસી) ના દેશોએ ઓટીટી બ્રાન્ડ નેટફ્લિક્સને વેબસિરિઝમાંની વાંધાજનક સામગ્રી દૂર કરવા જણાવ્યું છે. કાઉન્સિલમાં સામેલ તમામ દેશોના સભ્યોએ નેટફ્લિક્સને ચેતવણી આપીને ઇસ્લામ અને સામાજિક મૂલ્યોની વિરુદ્ધની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા જણાવ્યું છે અન્યથા નેટફ્લિક્સ સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે.
મોટા ભાગના ગલ્ફ દેશો રૂઢિચુસ્ત છે, જ્યાં સમલૈંગિકતા ગુનો ગણવામાં આવે છે અને મૃત્યુદંડ જેવી સજા કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ મધ્યપૂર્વના દેશોએ ફિલ્મો અને વેબસિરિઝમાંથી ગે, લેસ્બિયન કિસિંગ સીન દૂર કરાવ્યા છે.
નોંધનીય છે કે જીસીસી કાઉન્સિલમાં સાઉદી અરેબિયા, યુએઇ, બહેરિન, કુવૈત, ઓમાન અને કતાર જેવા રૂઢિચુસ્ત દેશોનો સમાવેશ થાય છે. આ ગલ્ફ દેશોના મીડિયા કન્ટેન્ટ અનુસાર ગે, લેસ્બિયન સામગ્રી પ્રતિબંધિત છે. ગલ્ફના દેશોમાં ઘણી ચેનલો ઓટીટી પ્લેટફોર્મ પર પોતાની ઓળખ બનાવવા માગે છે. નેટફ્લિકસ જીસીસીના સભ્ય દેશોમાં મોટા પાયે જોવામાં આવે છે અને તેને કારણે આ દેશોમાંથી નેટફ્લિક્સની કમાણી પણ સારી એવી થાય છે.
નોંધનીય છે કે સાઉદી અરેબિયામાં નેટફ્લિક્સના લગભગ એક લાખ 57 હજાર સબ્સ્ક્રાઇબર્સ છે જ્યારે યુએઇમાં બે લાખ 42 હજાર સબ્સ્ક્રાઇબર્સ છે. નેટફ્લિક્સ ગલ્ફ દેશોની માગણી ના સાંભળે અને વાંધાજનક સામગ્રી પર પ્રતિબંધ ના મૂકે તો તેમને ઘણુ નુક્સાન થઇ શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.