Homeપુરુષતમારી કદર નહીં થાય તો કદર કરાવવાની માથાકૂટમાં નહીં પડતા

તમારી કદર નહીં થાય તો કદર કરાવવાની માથાકૂટમાં નહીં પડતા

મેલ મેટર્સ-અંકિત દેસાઈ

પુરુષો માટે જો કોઈ એક બાબત હંમેશાં માથાનો દુખાવો બની રહી હોય તો એ બાબત છે તેમની કદર ન થાય એ. પર્સનલ ફ્રન્ટ પર તો ઠીક છે, પુરુષનું દાયિત્વ છે કે તેણે કદરની ચિંતા કે એનો વિચાર કર્યા વિના પોતાની જવાબદારીઓમાં રમમાણ રહેવું. પરંતુ પ્રોફેશનલ ફ્રન્ટ પર એમ કંઈ આંખ આડા કાન ન થાય. ત્યાં તો દરેક પુરુષને એવું હોય કે તેની સ્કિલ્સ અને તેના ડેડિકેશનની યોગ્ય સમયે યોગ્ય કદર થવી જ જોઈએ. અને એ ઝંખનાને કારણે જ્યારે જ્યારે પ્રોફેશનલ ફ્રન્ટ પર પુરુષની કદર નથી થતી ત્યારે પુરુષો અંદરથી ભાંગી પડ્યા છે, તેમની અંદર કડવાશ આવી ગઈ છે કે પછી તેમણે પોતાના એફર્ટ્સ આપવાનું બંધ કરીને એક મીડિયોકર કર્મચારી તરીકે વર્તવાનું શરૂ કરી દીધું હોય છે.
આવું કંઈ પણ થાય છે ત્યારે છેલ્લું નુકસાન તો પુરુષનું જ થાય છે. કારણ કે ઉપર જણાવી એમાંની કોઈ પણ બાબત તેની બને એટલે ક્યાં તો પુરુષની પ્રોડક્ટિવિટી ઘટી જાય છે અથવા તો ઓફિસ પોલિટિક્સમાં જોતરાઈને તેની એનર્જી અથવા ઈમોશન્સનો વેડફાટ કરીને પાયમાલ થઈ જાય છે. વળી, એવું પણ નથી કે પુરુષ સાથે અન્યાય નથી થતો. પ્રોફેશનલ ફ્રન્ટ પર એવા ઘણા બધા પરિમાણો હોય છે કે જેમના કારણે પુરુષ સાથે માત્ર અન્યાય જ નહીં, પરંતુ તેનું માનસિક સ્તર પર શોષણ થતું હોય છે.
બીજી તરફ પુરુષનો સ્વભાવ કોમ્પિટિટિવ હોય છે. એટલે એ તેની સાથેનો અન્યાય કે તેનું શોષણ સાંખી શકતો નથી એટલે કોઈ પણ રીતે એ પોતાના સંજોગોનો પ્રતિકાર કરશે. પરંતુ પ્રતિકારની તેની કોઈ પણ રીત તેને માટે પીડા, ચિંતા, પછડાટ અથવા હારનું કારણ બની શકે છે. એના કરતા તેણે પ્રતિકારમાં ન પડવું એ તેને માટે શ્રેષ્ઠ સ્ટ્રેટેજી રહેશે. પણ તો પછી શું કોઈનો અન્યાય સહન કર્યે જવું? અને કોઈ શોષણ કરે તો એ પણ ચલાવી લેવું?
તો એનો ઉત્તર એ છે કે શોષણ તો સ્વાભાવિક જ નહીં ચલાવી લેવાય. અને કામની કદર નહીં થાય ત્યારે કંઈ કોઈની સાથે બાખડવા ન બેસાય નહીંતર આપણી જ આબરુના કાંકરા થાય. પરંતુ આવા સમયે શાંતિથી તાલ જોવો અને આપણા કામ કે આપણી પ્રોડક્ટિવિટી પર કોઈ અસર ન પડે એ જોવું અત્યંત મહત્ત્વનું બની જાય છે. કારણ કે આવા કિસ્સામાં એક તો આપણું સ્ટેટ ઑફ માઈન્ડ સરખું હોવું એ અત્યંત મહત્ત્વની બાબત છે અને બીજી બાબત એ કે આપણો ગ્રોથ અથવા આપણું કામ એક સરખી ગતિમાં હોય કે પછી ઉત્તરોત્તર પ્રગતિમાં હોય તો આપણું કામ જ છાપરે ચઢીને પોકારશે અને લોકોને આપણા કામની કદર કરવાની ફરજ પડશે. હા, બહુ જ માથાકૂટ હોય કે ઘણા એફર્ટ્સ આપ્યા પછી પણ જો કદર નહીં થતી હોય તો સરખો વિચાર કરીને કે યોગ્ય જગ્યા શોધીને કામનું સ્થળ છોડી દેવાય. પરંતુ કામ કોઈની સાથે લમણાં લેવામાં તો ન જ પડવું. જેથી આપણે ભાગે મેન્ટલી કે પછી બીજી કોઈ પણ રીતની પળોજણો નહીં આવે. પણ મોટાભાગના કિસ્સામાં એવું બનતું હોય છે કે પુરુષ પ્રતિકારમાં પડી જતો હોય છે, જેને કારણે તે તેના કામની મજા પણ ખોઈ બેસે છે અને છેલ્લે જીવન પણ તેને કંટાળાજનક લાગવા માંડે છે. પરંતુ પરીક્ષાની ક્ષણો આ બધી જ હોય છે, જેને આપણે સ્માર્ટલી હેન્ડલ કરીએ અને આપણા કામમાં શ્રદ્ધા રાખીએ એક વહેલાં કે મોડા આપણને તેના પોઝિટિવ પરિણામો મળવા માંડે છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -