શરીરને કુદરતી રીતે જાણીશું તો જીવન માણી શકીશું

ઉત્સવ

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો? ગણેશ ભગવાનના વિસર્જનનો થાક ઊતર્યો હશે અને બધા પાછા પોતપોતાના કામે લાગી ગયા હશે. એક બહુ સુંદર પ્રથા કે એક બહુ જ મનનીય વાત આજે કરવી છે. આપણી આજુબાજુથી આવેલી પરદેશી કે વિદેશમાં વસતી ભારતીય વ્યક્તિ ખૂબ ધ્યાનથી સાંભળી રહી હોય અને આપણું ધ્યાન ખેંચાય તેવા ટોપિક પર આજની વાત છે.
હું અમારા એક મિત્રના જમાઈને મારી સાથે કશેક લઈ જઈ રહી હતી અને વચ્ચે મારા વડીલોએ મને કહ્યું હતું એમ બ્રહ્મદેવને સીધુ પહોંચાડવાનું હતું તો ગઈ હતી ને થોડી વાર બેઠા અમે ત્યાં તો પંડિતજીએ ફોરેનર ડેવિડભાઈને પકડ્યા ને કરવા માંડ્યા વાતો. એમાંથી વાત નીકળી કે તેઓ પૂજા કરાવવા જઈ રહ્યા છે. ડેવિડ કહે, ’હજી પૂજા…’ તો પંડિતજીએ કહ્યું કે ‘આ શરાધિયા ચાલે છેને.’
ડેવિડે પૂછ્યું કે ‘શરાધિયા મીન્સ વોટ?’
મને થયું કે આ માણસ આટલો ઇન્ટરેસ્ટ લઇ રહ્યો છે. એ પંડિતજી પાસે શું સમજી રહ્યો છે? લાવને હું જાણું? ત્યારે આપણને ખબર પડી કે ઓહ, આ શ્રાદ્ધનો સમય જે ચાલી રહ્યો છે દિવસો પ્રમાણે, ચોઘડિયા પ્રમાણે કે સમયના પ્રવાહ પ્રમાણે એના વિશે પૂછી રહ્યો હતો. મેં કહ્યું કે અવર એલ્ડર્સ કોલ અસ હોમ ટુ હેવ લંચ એન્ડ સિક ફરગિવનેસ ફ્રોમ અવર ગોન અવે એલ્ડર્સ એન્ડ રિસીવ ધેર બ્લેસિંગ્સ અલોન્ગ વિથ ફરગિવનેસ. એઝ વી ઓલ બિલીવ ઇન લાઇફ એન્ડ ડેથ ઇઝ એ કોન્સ્ટન્ટ સર્કલ, એન્ડ સોલ્સ કીપ સર્ક્યુલેટિંગ લાઇફ આફ્ટર લાઇફ. ઓન્લી બોડી રિટાયર્સ, નોટ સોલ. સો બાય એની ચાન્સ ઇફેક્ટ વી હેવન ટ્રબલ એની બોડી? વી કેન સિક ફરગિવનેસ બાય શ્રાધ પૂજન એન્ડ જમણ. બીકોઝ વન્સ ધ બોડી ઇઝ ગોન, વિલ નેવર કમબેક. સો ટુ રિસ્પેક્ટ ધ સોલ. સમજ્યા… પંડિતજી સામે જોઇ એમને પણ મેં પૂછ્યું, ‘બરાબરને પંડિતજી…’
તો આ વખતે પંડિતજીએ અંગ્રેજીમાં જવાબ આપ્યો અને કહ્યું કે ‘વેલ, પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ આ ૧૫ દિવસનો સમયગાળો હિંદુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ દરમિયાન શરૂ થાય છે. તે કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ પર સમાપ્ત થાય છે. આ સમયગાળા દરમિયાન, હિન્દુઓ તેમના પૂર્વજોના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપે છે. પિતૃ પક્ષ શ્રાદ્ધની ધાર્મિક વિધિઓમાં એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન શ્રાદ્ધની વિધિ પૂર્વજોને મોક્ષ અથવા મોક્ષ પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે. બટ આ પણ એક બહુ ઊંડી અને સમજણ માગે એવી વાત છે. સમય હશે ત્યારે કોઈક વાર વાત કરીશ ઓકે!’ એમ કહી તેઓ શ્રાદ્ધ પૂજન માટે જે યજમાને આમંત્રણ આપ્યું હતું તેમને ત્યાં બધી સામાનસામગ્રી લઈને પૂજન કરવા ગયા.
ડેવિડ કહે કે ‘આ તો બહુ જ સરસ પ્રથા છે. મેં સાંભળ્યું હતું ખરું, પણ એનું આટલું બધું મહત્ત્વ છે તેની મને નથી ખબર.’
મેં કહ્યું, ‘તો હવે ખબર પડી આ મહત્ત્વની.’
તો ડેવિડે મારી આંખો ખોલી નાખી એમ કહીને કે ‘હા, મને મૃત્યુ તો ખબર પડી, પણ મને જીવનની ખબર પડી. મને આ શરીરની ખબર પડી. આત્મા તો જીવિત રહેશે, પણ શરીર ત્યાં સુધી જીવશે જ્યાં સુધી એ શરીરમાં આત્મા છે. તો કેમ ન આપણે શરીર પણ સાચવીએ અને નેહા, યુ આર વેરી ફિટ. ટેલ મી ઓલસો હાઉ આઇ ટેક કેર ઓફ માય સેલ્ફ મોર.’
મેં કહ્યું, ‘બાય અંડરસ્ટેન્ડિંગ ધિસ મેજિકલ બોડી ગોડ હેઝ ગિવન અસ. એક વાર મેજિકલ ફિઝિકલ સાયન્સનો, શરીરશાસ્ત્રનો થોડોક અભ્યાસ કરીએ. તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે. શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે. વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે ખબર છે, ડેવિડ?’ પછી મારી પાસે એક માહિતી હતી અંગ્રેજીમાં તે અમે બંનેએ એટલા એક્સાઇટમેન્ટથી વાંચી કે ન પૂછો વાત, કારણ કે બંનેને મૃત્યુનું નામ એટલે જીવન યાદ આવ્યું કે હા યાર, આ આગળ ધપવાની હોડમાં જીવન વગર સમજણે ચાલ્યું ન જાય.
એવું તો એ જ્ઞાનધન શું હતું જે અમને લાગે છે કે તમારી સાથે શેર કરવું જ જોઈએ? બધા માટે આ સમજણ લાભદાયક છે.
આવો જેમ પૂજન-અર્ચન દ્વારા પશ્ર્ચાત્તાપ કરી આપણને સંસારમાં એકલા મૂકી ઊડી ગયેલા આપણા સ્વજનોના આત્માના આશીર્વાદ લઈએ છીએ તેમ આપણને હજી પણ ટકાવી રાખનાર આ આયખાને અને તેમાંના કુદરતી જાદુને સમજવાનો પ્રયાસ કરીએ. મિત્રો, માનવ શરીર અદ્ભુત છે, જેમ કે-
મજબૂત ફેફસાં: આપણાં ફેફસાં દરરોજ ૨૦ લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે.
આવી કોઇ ફેક્ટરી નથી: આપણું શરીર દર સેક્ધડે ૨૫ કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ ૨૦૦ અબજથી વધુ રક્તકોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં ૨૫૦૦ અબજ રક્તકોષો હોય છે. લોહીના એક ટીપામાં ૨૫ કરોડ કોશિકાઓ છે.
લાખો કિલોમીટર મુસાફરી: માનવ રક્ત દરરોજ શરીરમાં ૧,૯૨,૦૦૦ કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ ૫.૬ લિટર લોહી છે, જે દર ૨૦ સેકંડે એક વાર સમગ્ર શરીરમાં ફરી લે છે.
ધબકારા: તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ ૧,૦૦,૦૦૦ વખત ધબકે છે. તે વર્ષમાં ૩૦ કરોડ કરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને ૩૦ ફૂટ જેટલું ઉપર ઉછાળી શકે છે.
બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ: માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્ર્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે.
નાકમાં એર કન્ડિશનર: આપણા નાકમાં કુદરતી એર કન્ડિશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે.
કલાકદીઠ કિ.મી.ની ગતિ: ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના ૪૦૦ કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં ૧૦૦ અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે.
જબરદસ્ત મિશ્રણ: શરીરમાં ૭૦ ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે.
અજબ છીંક: છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક ૧૬૬થી ૩૦૦ કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે છીંકવું અશક્ય છે.
બેક્ટેરિયાનું ગોદામ: માનવ શરીરનું ૧૦ ટકા વજન એમાં રહેલા બેક્ટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં ૩.૨ કરોડ બેક્ટેરિયા હોય છે.
ઇએનટીનું વિચિત્ર વિશ્ર્વ: આંખો બાળપણમાં જ પૂરેપૂરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન ૧,૦૦૦થી ૫૦,૦૦૦ હર્ટ્ઝ વચ્ચેના અવાજનાં મોજાં સાંભળી શકે છે.
દાંતની કાળજી લો: માનવના દાંત શિલા જેવા મજબૂત છે, પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે, જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી.
મોંમાં ભીનાશ: માનવ મોંમાં દરરોજ ૧.૭ લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી ૧૦,૦૦૦ કરતાં વધુ સ્વાદગ્રંથિઓને ભેજવાળી રાખે છે.
પલક ઝપકતાં: વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે.
નખની કમાલ: અંગૂઠાના નખ સૌથી ધીમી ઝડપે વધે છે. જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે.
દાઢીના વાળ: પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ન કરે તો એની દાઢી ૩૦ ફૂટ લાંબી હોઈ શકે છે.
ખોરાકનું ગણિત: વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપણા વજન કરતાં ૭,૦૦૦ ગણો વધારે ખોરાક ખાધો હોય છે.
વાળ ખરવાની પરેશાની: એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ ૮૦ વાળ ખરતા હોય છે.
ડ્રીમ વર્લ્ડ: બાળક દુનિયામાં આવે તે પહેલાં પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંતઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.
ઊંઘનું મહત્ત્વ: ઊંઘ દરમિયાન માણસની ઊર્જા બળે છે. મગજ મહત્ત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરૂરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે.
હવે સમજ્યા મિત્રો! દરેકેદરેક આત્મા જેમણે આ શરીર જીવી લીધું અને દેવલોક પધાર્યા છે તેમને યેનકેન પ્રકારેણ જાણતાં-અજાણતાં કોઈ પણ આત્મા દુભાયો હોય તો હે કુદરત દેવતા, અમને તમારું બાળક સમજી માફ કરી દેજો અને વાચકમિત્રો, હવે તમારા કીમતી શરીરનું ઓછું મૂલ્યાંકન કરતા નહીં. હવે આપણે આપણા શરીરને ઓબ્ઝર્વ કરીએ, સમજીએ, એને પદ્ધતિસર ઘડીએ. બને એટલું કુદરતી રીતે જાણીશું તો જ એને માણી શકીશું. આપણે મટીરિયાલિસ્ટિક નહીં, રિયાલિસ્ટિક જીવનને સમજીને, સારી માવજત સાથે જીવીએ અને માણીએ, માટે ભગવાનને દિવસમાં ૩ વાર અચૂક યાદ (આભાર પ્રગટ) કરશો – સવારે ઊઠીને, જમતી વખતે અને રાતે સૂતી વખતે. ઓકે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.