‘અમે મરશું તો કેટલો જીએસટી લેશો?’, રોજબરોજની ચીજો પર જીએસટી પર મોદી સરકાર મમતાના નિશાના પર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોલકાતાના ડાઉનટાઉન વિસ્તાર એસ્પ્લાનેડ ખાતે રેલીને સંબોધિત કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જીએસટીના નવા દરને લઇને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. મમતા બેનરજીએ કહ્યું હતું કે દહીં, ચોખા, હૉસ્પિટલના બેડ જેવી અનેક વસ્તુ પર જીએસટી લગાવી દેવામાં આવ્યો છે. તેમણે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, ‘ અમે મરશુ તો તમે કેટલો જીએસટી લેશો. ભારતની જનતાને વધુ કેટલું લૂંટશો? ‘
કોલકાતામાં આયોજિત એક રેલીમાં મમતાએ પોતાની ચિતપરિચિત આક્રમક શૈલીમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે ઇડી અને સીબીઆઇ તો કેન્દ્ર સરકારની કરોડરજ્જુ છે. અમારા સમર્થકો અને તેમના સમર્થકોમાં તફાવત એ છે કે તેઓ કેન્દ્રીય એજન્સીઓ પર આધાર રાખે છે જ્યારે અમારી પાસે લોકોનો અપાર પ્રેમ છે. જેમણે દેશની સ્વતંત્રતાની ચળવળમાં કંઇ યોગદાન આપ્યું નહોતું તેઓ હવે દેશના ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ જનતાનો જનાદેશ 2024માં ભાજપને સત્તાથી દૂર કરી દેશે.
નોંધનીય છે કે તાજેતરમાં જ GST કાઉન્સિલે નવા દરો લાગુ કર્યા છે, જેમાં માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, પફ્ડ ચોખા, સૂકી સોયાબીન, વટાણા, ઘઉં અને અન્ય અનાજ જેવા ઉત્પાદનો જેવી ઘણી વસ્તુઓને ટેક્સના માળખામાં લાવવામાં આવી છે, જેના કારણે સરકારની ટીકા થઈ રહી છે. આ ઉત્પાદનો પર હવે પાંચ ટકાના દરે જીએસટી લેવામાં આવશે.
રોડ, બ્રિજ, રેલ્વે, મેટ્રો, વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્મશાનગૃહ માટે જારી કરાયેલા કોન્ટ્રાક્ટ પર હવે 18 ટકા GST લાગશે. અત્યાર સુધી આના પર માત્ર 12 ટકા GST લાગતો હતો.

1 thought on “‘અમે મરશું તો કેટલો જીએસટી લેશો?’, રોજબરોજની ચીજો પર જીએસટી પર મોદી સરકાર મમતાના નિશાના પર

  1. What does Mamta propose for revenues if GST is not the route? Send in the goons, like she does in WB to shake down people? All and sundry schemes across this vast country need to be implemented, not to forget country’s defense. She can live in the cocoon of her fiefdom in WB. The rest of country does not want to emulate her.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.