વૃષભના જાતકો વાણી-વર્તણૂકમાં કાળજી ન રાખે તો મારામારીના યોગ સર્જાઈ શકે!

પુરુષ

– આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળમાં આરોગ્યનો કારક ગ્રહ સૂર્ય તા. ૧૭થી ક્ધયા રાશિમાં પરિભ્રમણ શરૂ કરશે. બુધ, ગુરુ, શનિ વક્રી થવાને કારણે અનેકવિધ નાની બીમારીઓનો સામનો આમજનતાને કરવાનો
આવે. મેષ રાશિમાં રાહુનું વક્રી ભ્રમણ હોવાથી માનસિક રોગથી પીડિત વ્યક્તિને વધારે તકલીફો ભોગવવાનો સમય આવે જે કદાચ વધુ ઘાતક બની શકે ? શ્રાદ્ધના દિવસો હોવાથી તાપ પણ વધુ સતાવે. જનમાનસમાં આરોગ્ય બાબતે સાવચેતી, સ્વજાગૃતિમાં દિન-પ્રતિદિન વધારો થાય. લાંબા ગાળાના ગ્રહો ચર રાશિમાં રાહુ, કેતુ, શનિ એકબીજાથી કેન્દ્ર યોગ થવાથી આમજનતામાં મહામારી કોરોના ભૂતકાળ બની રહે તેવા સરકારી સમાચારો વધુ મળે.
ઓચિંતાં વરસાદી ઝાપટાં પડવાથી શરદી-ઉધરસના માદંગીનો યોગ પણ બની શકે. સૂર્યથી છઠ્ઠા ભાવે શનિ તથા અન્ય ગોચર ગ્રહો મુજબ હઠીલા રોગોથી પીડિત દર્દીઓ વધુ રાહતનો દમ ખેંચે. યુવાવર્ગ માટે આરોગ્ય બાબતે કોઈ ચિંતાનું કારણ રહેશે નહીં. જ્યારે સિનિયર સિટિઝન વર્ગ તરફથી મંદ પાચનશક્તિની ફરિયાદો સાંભળવા
મળે. ગૃહિણીઓને વાણી-વર્તણૂકમાં ચીડચીડિયો સ્વભાવ થવાથી પેટમાં બળતરાઓની સમસ્યાઓ મોખરે રહે.
મેષમાં રાહુના ભ્રમણને કારણે યુવાવર્ગ પ્રેમ પ્રસંગમાં નિષ્ફળતા મળવાથી આપઘાતના વિચારોમાં સપડાય માટે આવા અશુભ સમયથી વધુ સાવચેતી રાખવી અને માનસિક સમતુલા ગુમાવવી નહીં. વૃષભના જાતકોએ વાણી-વર્તણૂકમાં કાળજી રાખવી નહીંતર મારામારીના યોગ સર્જાઈ શકે! દરરોજ માતાજીનાં દર્શન કરીને કાર્યારંભ કરવો. મિથુન, કર્ક તથા સિંહ રાશિના જાતકોએ ખાવાપીવાની ચીજોથી વધુ કાળજી રાખવી, નહીંતર ઓચિંતાંની બીમારીઓ નોતરશે. શક્ય હોય તો આ સમય દરમિયાન બહારનું ખાવાનું ટાળજો તેમ જ વાસી ખોરાક ન લેશો.
પોતાના માનેલા ઇષ્ટદેવને શુદ્ધ ઘીનો દીપ કરવાથી સમસ્યાઓ આવતાં પહેલાં હટી જશે. ક્ધયા માટે આરોગ્ય બાબતે સપ્તાહના છેલ્લા બે દિવસ આંખોને લગતું દર્દ પીડાઓ આપે. જરૂરી ડોક્ટર સિવાય અન્યની સલાહસૂચન લેશો નહીં. અડધી રાતે
ઊંઘ હરામ થવાની ફરિયાદો પણ સામાન્ય
સંજોગોમાં સાંભળવા મળશે માટે નિત્ય શિવજીનાં દર્શન ઉત્તમ.
તુલા રાશિના જાતકોને સપ્તાહની શરૂઆતથી અંત સુધી શરદી, ઉધરસ, કફની નાનીમોટી ફરિયાદો રહ્યા કરશે. સમયની અનુકૂળતા મુજબ ગાયત્રી મંત્રના જાપ અવિરત કરતા રહેશો. ચંદ્ર રાશિ વૃશ્ર્ચિક માટે કાલ્પનિક ભય, ચિંતા સતત સતાવ્યા કરે, પરંતુ તેનું સ્વરૂપ વાસ્તવિક કરતાં અલગ હોઈ શકે માટે તેના નિવારણ માટે કુળદેવીની ઉપાસના નિત્ય કરશો. ધન, મકર રાશિના જાતકોને જૂની બીમારીઓ હોય તો તેમાં દર્દ-પીડામાં વધારો થાય. અનુકૂળતા મુજબ ગરીબગુરબાને ભોજન ખવડાવશો.
ક્ધયા રાશિમાં સૂર્ય ગ્રહનું ગોચર પરિભ્રમણ કુંભ, મીન રાશિના જાતકો માટે આયુ, આરોગ્ય માટે સાનુકૂળ રહેશે, પરંતુ નાણાકીય પરિસ્થિતિ બગડવાને કારણે ઓચિંતાં ઊંઘ હરામ થશે જેને કારણે અનેકવિધ દર્દોનો સામનો કરવાનો સમય આવે. વિશેષમાં પગને લગતી તેમ જ પગનાં તળિયાંને લગતી આરોગ્ય વિષયક તકલીફો વધી શકે. શનિની સાડાસાતી ચાલતી હોવાથી મનોસ્થિતિ ડામાડોળ રહ્યા કરે. જે જાતકોને ડાયાબિટીસ હશે તો તેમાં ઘટાડો થવાને કારણે માનસિક મૂંઝવણ કે ચક્કર આવી શકે. હનુમાન ચાલીસા, બજરંગ બાણના પાઠ કરજો. આ સપ્તાહના અંતે સૂર્ય-શનિનો ત્રિકોણ યોગ બનવાથી તબીબી સેવા પૂરી પાડનાર ડોક્ટરો પણ આરોગ્ય બગડવાથી હેરાન થાય.
સૂર્ય ગ્રહનું વિશેષ પ્રભુત્વ રહેવાથી દરેક રાશિના જાતકો ઊગતા સૂર્યને પિત્તળના કળશમાં લીલા રંગના પુષ્પ સાથે ચપટી અક્ષત નાખીને અર્ઘ્ય આપવાથી આરોગ્યમાં વધુ સુખાકારી પ્રાપ્ત કરી શકશે તેમ જ રવિવારના રોજ સફેદ વસ્તુ ખાઈને ઉપવાસ કરવો વધુ હિતકારી બની રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.