ફોકસ -મૌસમી પટેલ
લેધર મોજડી
બજારમાં મળતી ચીલાચાલું મોજડી કેટલી સખત હોય છે એ તો આપણે બધા જાણીએ જ છીએ અને એને પહેર્યા બાદ પગમાં થતો દુ:ખાવો, ચાલવામાં પડતી મુશ્કેલી પડે છે. આ જ કારણ છે કે પુરુષો અને યુવાનો આ મોજડી પહેરવાનું ટાળે છે. પણ લેધરની મોજડી સાથે એવું નથી થતું. આ મોજડી અન્ય મોજડીની સરખાણીએ આરામદાયક હોય છે અને એટલે જ તમે આ ઓપ્શન પણ ટ્રાય કરી શકો છો.
———-
કેનવાસ એસ્પેડ્રીલ્સ
આ શૂઝની સૌથી મોટી અને મહત્ત્વની ખાસિયત એ છે કે તે જેટલા સ્ટાઈલિશ છે એટલા જ કમ્ફર્ટેબલ પણ છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વની વાત એટલે આ કેનવાસ એસ્પેડ્રીલ્સ તમારા ગજવાને પરવડે એવા હોય છે. જો તમે કેઝ્યુઅલ લૂક માટે કંઈક નવું ટ્રાય કરવા માગો છો તો ચોક્કસ જ તમારે આ શૂઝ ટ્રાય કરવા જોઈએ, તમારા દિલની સાથે સાથે જ તમારા પગ પણ એકદમ ખુશ થઈ જશે, એ વાત તો ચોક્કસ જ છે…
———–
મોન્ક લોફર્સ
અમે એવું નથી કરી રહ્યા કે તમને તમે ક્યારેય લોફર્સ પહેર્યા જ નહીં હોય, પણ શું તમે ક્યારેય મોન્ક સ્ટાઈલના લોફર્સ ટ્રાય કર્યા છે? જો તમે કોઈ લગ્ન, પાર્ટી કે ઈવેન્ટમાં જઈ રહ્યા છો તો તમારા વેડિંગ ડ્રેસની સાથે આ મોન્ક લોફર્સ ટ્રાય કરીને ડિફરન્ટ લૂક ટ્રાય કરી શકો છો.
————
સ્ટાઈલ દર થોડાક સમયે બદલાતી રહે છે, પણ આપણે તો રહ્યા ઓલ્ડ ઈઝ ગોલ્ડમાં માનનારા લોરો…. પણ એની સાથે એક વાત તો એ પણ એટલી જ સાચી છે કે કંઈક નવું પહેરવાની કે ટ્રાય કરવાની વાત જ અલગ છે, બરાબર ને? બસ તમે કંઈક નવું ટ્રાય કરો એ જ હેતુથી આજે અહીં અમે તમારા માટે લઈ આવ્યા છીએ શૂઝનું નવું કલેક્શન… આખરે તમે પણ ક્યાં સુધી જૂની સ્ટાઈલના જ શૂઝ પહેરશો? ક્યારેક તો તમે ખુદ પણ તમારા આ જૂના શૂઝથી કંટાળતા હશો, પણ કોઈ ઓપ્શન ન મળવાને કારણે કે પછી ઘણી વખત પસંદગીમાં ક્ધફ્યુઝન થવાને કારણે જૂના શૂઝથી જ સંતોષ માનવો પડે છે તમારે તો આ રહ્યા તમારા માટેના અલગ અલગ શૂઝના ઓપ્શન્સ જે તમારા શૂઝ કલેક્શનને વધારે રિચ બનાવશે… ચાલો, વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે કયા છે આ ઓપ્શન્સ…
———–
લેધર સ્નીકર્સ
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવા આ લેધર સ્નીકર્સ પણ તમારે એક વખત તો ચોક્કસ જ ટ્રાય કરવા જોઈએ. અન્ય ફેબ્રિકવાળા સ્નીકર્સની સરખામણીએ આ લેધર્સ સ્નીકર્સ કમ્ફર્ટેબલ છે. આ પ્રકારના શૂઝ શિયાળાની સિઝન માટે પણ એકદમ પરફેક્ટ છે. સ્ટાઈલ અને કમ્ફર્ટના મામલામાં આ સ્નીકર્સ ક્યારેય ચેન્જ નથી થયા કે થવાના પણ. કેઝ્યુઅલ લુક માટે તમે આ શૂઝ ટ્રાય કરી શકો છો.
———–
લેધર સ્લીપ ઓન્સ
આ સ્ટાઈલના
ફૂટવેયર્સ પહેરનારાઓની
સંખ્યા ઓછી છે, પણ જો કોઈને પણ આ સ્ટાઈલના શૂઝ પહેરેલા જોઈએ એટલે એવા શૂઝ પહેરવાનું મન તો થઈ જ જાય… એકાદ વખત તો ચોક્કસ જ આ લેધર સ્લીપ ઓન્સ ટ્રાય કરવા જ જોઈએ અને આ શૂઝની ખાસિયત એ છે કે તે જિન્સની સાથે સાથે એથનિક ડ્રેસની સાથે પણ પહેરી શકાય છે.
——
વ્હાઈટ એન્ડ ઓરેન્જ સ્નીકર્સ
આ કલર કોમ્બીનેશનના સ્નીકર્સ ખૂબ જ ઓછા મળે છે, પણ જ્યારે પણ આ કોમ્બીનેશન તમને મળે ત્યારે ચોક્કસ જ તમારે આ તક ઝડપી લેવી જોઈએ. એ સ્નીકર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તમને જોઈને જ આ સ્નીકર્સ પહેરવાનું મન થઈ જશે અને રહી વાત કિંમતની તો કેનવા એસ્પેડ્રીલ્સની જેમ જ આ પણ તમારા ખિસ્સાને પરવડે એવી એક પૅયર્સ થઈ શકે છે તમારા શૂઝ કલેક્શનમાં…