તાજમહેલ ન બન્યો હોત તો દેશમાં પેટ્રોલ 40 રૂપિયામાં મળતું હોત- વધતી મોંઘવારી વચ્ચે ઓવૈસીનો કેન્દ્ર સરકાર પર કટાક્ષ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારીને લઇને મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. એમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે દેશમાં મોંઘવારી અને બેરોજગારી માટે મોદી નહીં, પણ મુઘલ જવાબદાર છે.
ઓવૈસીએ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેઓ એક જનસભાને સંબોધી રહ્યા છે. આ વીડિયોમાં ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. એમણે કહ્યું છે કે ભારતના યુવાનો બેરોજગાર છે, મોંઘવારી આસમાને પહોંચી છે. એ માટે મોદી નહીં, ઔરંગઝેબ જવાબદાર છે.
દેશના યુવાનો પાસે નોકરી નથી તો તે માટે જવાબદાર સરકાર નહીં, અકબર છે. જો પેટ્રોલ 104 રૂપિયાનું છે તે માટે તાજમહેલ જવાબદાર છે. જો તાજમહેલ ન હોત તો પેટ્રોલની કિંમત આજે 40 રૂપિયા હોત. ઓવૈસીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે હું માનુ છુ કે મુઘલોએ તાજમહેલ, લાલ કિલ્લો બનાવીને ભૂલ કરી. એ પૈસા બચાવીને રાખવા હતા.

વીડિયોમાં ઓવૈસી કેન્દ્રને સવાલ પૂછી રહ્યા છે કે ભારતમાં શું ફકત મુઘલોની સરકાર હતી? મુઘલો પહેલા દેશમાં અશોક, ચંદ્રગુપ્તનું પણ રાજ હતુ, પણ ભાજપ દરેક વસ્તુના જવાબદાર મુઘલોને ઠેરવે છે. ભાજપને એક આંખમાં મુઘલ અને બીજીમાં પાકિસ્તાન દેખાય છે, પણ અમને નથી મુઘલોથી લેવા દેવા કે નથી પાકિસ્તાનથી. અમને દેશની વધી રહેલી મોંઘવારી અને બેરોજગારીથી મતલબ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.