Homeટોપ ન્યૂઝપહેચાન કૌન? કર્ણાટકમાં અમારી સરકાર બનશે તો વીજળી ફ્રી આપીશું...

પહેચાન કૌન? કર્ણાટકમાં અમારી સરકાર બનશે તો વીજળી ફ્રી આપીશું…

જો કર્ણાટકમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો લોકોને મફતમાં વીજળી મળશે અને ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને પાક પર MSP આપવામાં આવશે. આ ઉપરાંત દરેક યુવાનોને રોજગાર મળશે અને રોજગાર ન મળે ત્યાં સુધી રૂ.3-3 હજારનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના સીએમ ભગવંત માન સાથે આજે કર્ણાટકના દાવંગેરેમાં પાર્ટીના પદાધિકારીઓને સંબોધિત કરતી વખતે આ ગેરંટી આપી હતી. તેમણે કહ્યું હતું કે કર્ણાટકની સરકાર 40 ટકાની સરકાર કહેવાય છે. અગાઉ અહીં 20 ટકા સરકાર હતી અને 2018માં ડબલ એન્જિનની સરકાર બન્યા બાદ તે 40 ટકા થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખને 40 ટકા કમિશનની માગણી સામે અવાજ ઉઠાવવા બદલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. બીજેપી નેતાનો પુત્ર 8 કરોડ સાથે ઝડપાયો એની સામે કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી, જ્યારે તેમની પાસેથી કંઈ મળ્યું નથી. આ મોટો અન્યાય છે. મનીષ સિસોદિયાના ઘરે દરોડામાં કંઈ મળ્યું નથી. જો મનીષ સિસોદિયા 100 કે 1000 કરોડ રૂપિયા ખાઈ ગયા હોય તો તેના ઘરેથી એક કે બે કરોડ મળવા જોઈએ. તેમના બેંક લોકરમાંથી પણ કંઈ મળ્યું નથી.

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે હમણાં જ નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભાજપ બે રાજ્યોમાં જીત્યું અને ત્રીજા રાજ્યમાં પણ તેમની ગઠબંધન સરકાર રચાઈ. વડાપ્રધાન સાંજે પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ આ ત્રણ રાજ્યોમાં ચૂંટણી લડી ન હતી. પીએમ મોદી આમ આદમી પાર્ટીથી ડરે છે. વડાપ્રધાનને આમ આદમી પાર્ટીની ઈર્ષ્યા છે. કારણ કે ‘આપ’ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. મારી અપીલ છે કે વડાપ્રધાને અમારી પાસેથી શીખવું જોઈએ. જેમ આપણે પ્રમાણિક છીએ તેમ પ્રમાણિક બનો.

કેજરીવાલે કહ્યું હતું કે, કર્ણાટકમાં 2018માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ વડાપ્રધાન કર્ણાટક આવ્યા હતા. તે સમયે કર્ણાટકમાં 20 ટકા સરકાર હતી. વડાપ્રધાને કહ્યું હતું કે આ 20 ટકાની સરકાર છે, મને મત આપો અને ડબલ એન્જિનની સરકાર બનાવો, હું તમામ ભ્રષ્ટાચારનો અંત લાવીશ. લોકોએ વડાપ્રધાન પર વિશ્વાસ મૂકીને ડબલ એન્જિનની સરકાર બનાવી. આ ડબલ એન્જિન સરકારમાં ભ્રષ્ટાચાર બમણો થઇ ગયો છે. 20 ટકાની સરકાર હવે 40 ટકા થઈ ગઈ છે. હું કર્ણાટકના લોકોને અપીલ કરું છું કે આ વખતે ડબલ એન્જિનની સરકાર ન બનાવો, નહીં તો આવતા વર્ષે 80 ટકાની સરકાર બનશે. હું દેશભરમાં જઈશ અને લોકોને કહીશ કે આ ડબલ એન્જિનની સરકાર ન બનાવો. ડબલ એન્જિન સરકાર ખોટી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular