ફડણવીસ નહીં હોય તો દિલ્હીમાં એકનાથ શિંદેને હાઈ કમાન્ડ મળશે પણ નહીં: એનસીપી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજ્યના વિવિધ પડતર પ્રકલ્પોને ગતિ આપવાની માગણી સાથે દિલ્હીની મુલાકાતે ગયા છે ત્યારે રાજ્યમાં એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે શિંદેની હાંસી ઉડાવતાં કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન વગર દિલ્હી ગયેલા એકનાથ શિંદેને દિલ્હીમાં હાઈ કમાન્ડની મુલાકાત પણ મળશે નહીં. દિલ્હીમાં જેટલું દેવેન્દ્ર ફડણવીસનું સાંભળવામાં આવે છે તેટલું એકનાથ શિંદેનું સાંભળવામાં આવતું નથી. એકનાથ શિંદે બુધવારે દિલ્હીમાં છે અને તેમની સાથે ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત, કૃષિ પ્રધાન અબ્દુલ સત્તાર પણ છે. તેઓ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, અશ્ર્વિની વૈષ્ણવ અને રાવસાહેબ દાનવેને મળશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.