પ્રથમ વારસના મૃત્યુ પછી જ બીજાને રહેમના ધોરણે નોકરીની શરત ખોટી: હાઇકોર્ટ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સરકારી કર્મચારીનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવાર પર આર્થિક સંકટ આવે નહીં તે માટે રહેમના ધોરણે તેના પરિવારના એક સભ્યને નોકરી આપવાનો નિયમ લાગુ છે પરંતુ તેની અંદરની શરતોને કારણે આ હેતુ પાર નથી પડતો એવી ટકોર મુંબઈ હાઇકોર્ટે કરી હતી. નિયમ અનુસાર મૃત્યુ પામેલા કર્મચારીના કોઈપણ એક વારસદાર રહેમના ધોરણે નોકરી મેળવવાને પાત્ર છે, આથી પ્રતીક્ષા યાદીમાં પહેલું નામ ધરાવતા વારસદારની સંમતિ હોય તો તેના સ્થાને બીજા વારસદારને તક આપી શકાય છે, એમ કોર્ટે નોંધ્યું હતું.

ચંદ્રપુર જિલ્લામાં પૂરણ પટેલ નામના સરકારી કર્મચારીનું મૃત્યુ થતાં તેની પત્નીને નોકરી માટેની પ્રતિક્ષા યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. દરમ્યાન પત્નીને આરોગ્ય વિષયક સમસ્યા થતા તેણે તેની પુત્રીને નોકરી આપવાની વિનંતી કરી હતી અને પ્રતીક્ષા યાદીમાં પોતાના બદલે પુત્રીનું નામ નોંધાવ્યું હતું 2015માં સરકારે વિવાદસ્પદ શરતો મૂકતા પુત્રીનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું અને ફરીથી પત્નીનું નામ નોંધાવવામાં આવ્યું હતું. આથી પુત્રીએ હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો, જેને પગલે હાઇકોર્ટે પુત્રીને પ્રતીક્ષા યાદીમાં સ્થાન આપવાનો ચુકાદો આપ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.