અબજોપતિ અને ટ્વિટરના માલિક ઈલોન મસ્કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને મોટો દાવો કર્યો છે. ઈલોન મસ્કે કહ્યું કે જો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવે તો તેઓ ફરીથી ચૂંટણી જીતી શકે છે. ઈલોન મસ્કનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આવતા અઠવાડિયે મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. કુબેરપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના રંગીન મિજાજી જીવન માટે જાણીતા છે. શનિવારે, તેમણે તેમના સમર્થકોને એક વિશાળ વિરોધ રેલી શરૂ કરવા હાકલ કરી હતી. મસ્કે દાવો કર્યો હતો કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણી જીતી શકે છે.
રિપોર્ટ અનુસાર, એક પોસ્ટમાં ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિએ લખ્યું છે કે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસમાંથી ગેરકાયદેસર રીતે લીક થયેલા કાગળો દર્શાવે છે કે આવતા સપ્તાહના મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવશે. પોતાના સમર્થકોને વિરોધ પ્રદર્શન કરવા માટે આહ્વાન કરતા ટ્રમ્પે કહ્યું કે, “આપણા દેશને પહેલાની સ્થિતિ પર પાછો લાવવાનો છે. રાજ્ય અને ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીઓ પુખ્ત ફિલ્મ અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સને સંડોવતા હશ-મની સ્કીમમાં એક વર્ષ લાંબી તપાસના સંબંધમાં ટ્રમ્પ પર સંભવિત આરોપ માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે અઠવાડિયાથી બેઠક કરી રહી છે. ટ્ર્મ્પનો દાવો છે કે તેમની ધરપકડ કરવામાં આવશે. ટ્રમ્પ 2017 થી 2021 સુધી યુએસના રાષ્ટ્રપતિ હતા અને તેઓ 2024ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી ઝંપલાવવા માગે છે. પુખ્ત ફિલ્મ અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સે દાવો કર્યો છે કે તેનું ટ્રમ્પ સાથે એક દાયકા પહેલા અફેર હતું. જોકે, ટ્રમ્પે અફેરની વાતને નકારી કાઢી છે.
ટ્રમ્પ અને તેમના ભૂતપૂર્વ સહયોગી હોપ હિક્સ દ્વારા પ્રમુખપદની ઝુંબેશ દરમિયાન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને તેનું મોં બંધ રાખવા માટે મોટી રકમ ચૂકવવામાં આવી હતી. આ પછી આ કેસમાં ટ્રમ્પના ભૂતપૂર્વ વકીલ માઈકલ કોહેને ગયા વર્ષે ઓગસ્ટમાં પોતાનો ગુનો કબૂલતા કહ્યું હતું કે તેમણે ટ્રમ્પના કહેવા પર સ્ટોર્મીને ચૂકવણી કરી હતી, પરંતુ પછી એ સ્પષ્ટ નહોતું થયું કે તેમાં ટ્રમ્પની કોઇ ભૂમિકા હતી કે નહીં. પોર્ન સ્ટારને 30 મિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા હતા.