હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી વડપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બાળપણના મિત્ર અબ્બાસને પૂછવું જોઈએ કે શું ભાજપના સસ્પેન્ડેડ કરાયેલા નેતા નુપુર શર્માની પયગંબર મુહમ્મદ વિશેની ટિપ્પણી વાંધાજનક છે કે નહીં?’
વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના ૯૯માં જન્મદિવસ પર બ્લોગ પોસ્ટ પર એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે બાળપણના મિત્ર અબ્બાસ સાથેની તેમની યાદો તાજી કરી હતી. ઓવૈસીએ અબ્બાસની વાત માત્ર એક કહાની હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.
વડાપ્રધાને બ્લોગ પોસ્ટ પર લખ્યું હતું કે “મારા પિતાના એક નજીકના મિત્ર બાજુના ગામમાં રહેતા હતા. તેમનું અકાળે અવસાન થતા મારા પિતા મિત્રના પુત્ર અબ્બાસને અમારા ઘરે લઈ આવ્યા હતા. તેણે અમારી સાથે રહીને જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. માતા અમારા બધા ભાઈ-બહેનોને સમાન જ અબ્બાસની સ્નેહથી સંભાળ લેતા. દર વર્ષે ઈદના દિવસે ઘરમાં અબ્બાસની મનપસંદ વાનગીઓ બનતી.”
ઓવૈસીએ આ અંગે સવાલો ઉભા કરતા કહ્યું કે, ‘વડાપ્રધાનને આઠ વર્ષ પછી આચાનક તેમના મિત્રની યાદ આવી? અમને ખબર ન હતી કે તમારો આવો કોઈ મિત્ર પણ છે. અમે વડાપ્રધાનને અપીલ કરીએ છીએ કે તેઓ અબ્બાસને ફોન કરે. જો એ ખરેખર હાજર છે તો તેને કહો કે અસદુદ્દીન ઓવૈસી અને ઉલેમાઓ (ધાર્મિક નેતાઓ)ના ભાષણો સાંભળે અને તેમને પૂછો કે શું અમે ખોટું બોલી રહ્યા છીએ.’
.@narendramodi जी, अपने दोस्त अब्बास को बुलाकर उलेमा-ए-किराम की तक़रीर सुनाइये और फिर उनसे पूछिए कि जो नूपुर शर्मा ने हजरत मोहम्मद ﷺ के बारें में कहा, वो सही है या ग़लत? – Barrister @asadowaisi#prophetmuhammad ﷺpic.twitter.com/d61KAPqoDB
— Asaduddin Owaisi (@asadowaisi) June 19, 2022
“>
ઓવૈસીએ વધુમાં કહ્યું કે, ‘જો તમે સરનામું જાહેર કરશો તો હું અબ્બાસને મળવા જઈશ, હું તેમને પૂછીશ કે નૂપુર શર્માએ પયગંબર મુહમ્મદ વિશે જે કહ્યું તે વાંધાજનક છે કે નહીં? તમે તમારા મિત્રને યાદ કર્યો. એવું પણ શક્ય છે કે આ માત્ર એક વાર્તા જ હોય. અમને કેવી રીતે ખબર પડશે. તમે જ અચ્છે દિનનું વચન આપ્યું હતું, એ આવ્યા કે?’