કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી
કચ્છ એ એક માત્ર ભૂખંડ નથી પણ એક સંસ્કૃતિનું પારણું છે. કચ્છની ભૂપૃષ્ઠની રચના જોઇએ તો અહીં જમીન સપાટ પણ છે, ડુંગરો પણ છે. અને મહેરામણ પણ એક છેડો સાચવી બેઠો છે અને રણપ્રદેશ પણ છે.
કચ્છના ઇતિહાસમાં જઇ એ તો કચ્છ ખૂબ જ આદિઅનાદિ કાળથી પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યો છે. અનેક પ્રજાઓ અહીં આવીને તે પોતાનું સ્થાન અહીં વસાવ્યું અને સંસ્કૃતિઓનું સમન્વય થતું રહ્યું છે.
એક ગીત જે જૂની હિન્દી સિનેમાનું છે. ‘યહ માટી સભી કી કહાની કહેગી…’
એમ માટીએ પાંચ મૂળ તત્ત્વોમાંથી
એક છે. અંગ્રેજીમાં માટીને ઊફિવિં (અર્થ) અને પૃથ્વીને ઝવય યફિવિં (ધ અર્થ) કહેવાય છે. માટે એ જ જાણવું જરૂરી છે કે પૃથ્વીમાં માટીનું મહત્ત્વ કેટલું છે? સૃષ્ટિની ઉત્પતિમાં તેનો અનેરો ફાળો છે. મનુષ્યનાં ઉત્ક્રાંતિ અને ઉદ્વિકાસમાં પણ માટીનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. રહેવાસ, અન્ન-ખેતી-અનાજ, પાણીનો સ્ત્રોત વગેરે માટી પર નિર્ભર છે.
ફિલસૂફીની વાતને અહીં પૂરી કરીને આપણે કચ્છની આદ્યસંસ્કૃતિની વાત કરવાની છે. જ્યારે કચ્છના સૂકા રણ પ્રદેશમાં માનવ વસવાટ કરવાનું શરૂ કર્યું ત્યારે ટાઢ, પવન, તડકો, વરસાદ અને બહારના જાનવર-જંતુ કે અન્ય નુકસાનકારક પરિબળોથી બચવા માટે આવાસની જરૂર પડી.
માટે ‘ભૂંગા’ના અસ્તિત્વનું નિર્માણ થયું. તે સમયે ટાંચાં સાધનો અને ઇજનેરી કળાના અભાવે માનવીએ તર્કશક્તિ, અને પ્રજ્ઞાના સમન્વયથી આ ભૂંગાનું સર્જન કર્યું અને આ ભૂંગામાં આજે પણ લોકો શોખથી પ્રવાસન દરમિયાન રાતવાસો કરવા માટે આતુર છે. અને તેની કિંમત પણ ચૂકવે છે.
તો આપણે કચ્છીયતની ઓળખ એવા ભૂંગા વિશે ઊંડાણપૂર્વક જાણીશું.
‘ભૂંગા’ ખાસ કરીને કચ્છ, રાજસ્થાનનું થર રણના અમુક વિસ્તારોમાં અને થર પારકર સિંધમાં જોવા મળે છે.
ભૂંગાને બનાવવા માટે માટી, ઘાસ, લાકડું, ઘોડા કે ઊંટની લાદ, ગાયનું ગોબર અને રસીનો ઉપયોગ થાય છે. આ ભૂંગાની જાડી દીવાલો ઉનાળામાં ૪૦ સે + વાળા રણ વિસ્તારમાં અંદરનું તાપમાન ૫ સે કે તેથી પણ ઓછું રાખે છે. અને શિયાળામાં પ સેન્ટીગ્રેડ ઊંચુ તાપમાન અંદરનું રાખે છે. કારણકે તેની બનાવટમાં બધી જ કુદરતી વસ્તુઓનો ઉપયોગ થાય છે. અને તે બધી બિન વાહક છે. (ગજ્ઞક્ષ ૂક્ષભવભજ્ઞિિં) માટે તે ઉષ્માનું વાહક નથી હોતું. બીજુ ભૂંગા નળા આકાર ના હોઇ રણમાં વેગીલા પવનની તેની પર અસર થતી નથી કારણ ગોળાકાર હોવાને લીધે પવનની સીધી અસર થતી નથી.
ભૂકંપની વાત કરીએ તો કચ્છમાં આવેલ ૭.૧રિચરસ્કેલના ભૂકંપ દરમ્યાન પણ એપી સેન્ટરમાં આવતા કેટલાય ભૂંગાઓને નુકસાન નહિવત અથવા તો સલામત જ રહ્યા હતા.
આમ ભૂંગા કોઇ પણ પરિસ્થિતિમાં સુરક્ષિત છે. અને વાતાનુકૂલિત હોવાનું માલૂમ પડ્યું છે. ભૂંગાની બનાવટ અથવા બાંધણીની વાત કરીએ તો તેનો અંદરનો વ્યાસ ૧૮ ફૂટનો હોય છે. તેની નીચે ૨૪ ઇચનો ઓટલો બનાવીને તેને ઊંચાઇ આપવામાં આવે છે.
પહેલા ગોળાકાર ઓટલાની ફરતે લાકડીના ટેકાઓ ઊભા ખોડવામાં આવે છે. તેની ફરતે ઘાસને રાખવામાં આવે છે. ત્યારબાદ માટીનો ગારો બનાવી એમાં ગોબરને મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ ઘોડાની લાદ કે ઊંટની લાદ ઊમેરવામાં આવે છે. આનું મિશ્રણ બનાવીને ઘાસને લાકડાને ફરતે તેમાં ચોટાડવામાં આવે છે. અને ફરતે આ માટી ગારાના મિશ્રણથી જાડી દીવાલનું નિર્માણ થાય છે. ત્યારબાદ તેની ઉપર શંકુ આકારનું છાપરું ઘાસનું બનાવાય છે. તે બનાવવા માટે ભૂંગાની ઉપર વાંસના લાકડાઓ આરાની જેમ ગોઠવીને તેની પર ઘાસ પાથરવામાં આવે છે. અને છજાની જેમ ફરતે બહાર વર્તુળાકારે ઘાસ ગોઠવવામાં આવે છે.
જે તડકાથી બચાવે છે. ભૂંગામાં ૧ દરવાજો અને સામ સામે બે બારીની ગોઠવણ હોય છે. જેને લીધે પવનની આયાત અને નિકાસ શક્ય બને ભૂંગાની બહારની દીવાલોને છાણ અને ગારથી લીપણ કરીને લીસું બનાવાય છે. અંદરથી પણ લીંપણ કરવામાં આવે છે.
ભૂંગાની ઊંચાઇ લગભગ ૮-૯ ફૂટ જેટલી હોય છે. ભૂંગાની અંદર મડવર્કથી કાચના ટુકડાઓનો ઉપયોગ કરી ભાત બનાવવામાં આવે છે. અને ચિત્ર તૈયાર કરવામાં આવે છે અને તેનાથી સુશોભન થાય છે.
ભૂંગાની બહારની દીવાલને ફરતે પણ ચૂનાથી કે અન્ય રંગોથી ચિત્રોની ભાત બનાવવામાં આવે છે. ભૂંગાની બહાર આંગણું પણ લીંપણ કરવામાં આવે છે. તેના પર પણ રંગોળી કે બાળકોને ગમે તેવાં ચિત્રોની ભાત કરવામાં આવે છે. એક ભૂંગો તૈયાર કરતાં આશરે રૂ. ૧૦,૦૦૦-રૂ. ૧૫,૦૦૦ જેટલો ખર્ચ આવે છે.
આમ આધુનિક સ્થાપત્ય વિજ્ઞાનની દૃષ્ટિએ ભૂંગા એ ખૂબ જ આરોગ્ય પ્રદ અને તમામ ઋતુમાં એક સરખું વાતાવરણ રાખે છે. અને તમામ કુદરતી આફતો ભૂકંપ, વાવાઝોડા, તેમ જ અતિવૃષ્ટિમાં ઉપયોગી છે.