ICSE બોર્ડ 10મી પરીક્ષાનું પરિણામ જાહેર, મહારાષ્ટ્રનું પરિણામ 100 ટકા, પુણેની હરગુન કૌર માથરુ પ્રથમ આવી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશના ચાર વિદ્યાર્થીઓએ ICSE 10મા બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જેમાં ત્રણ ઉત્તર પ્રદેશના અને એક મહારાષ્ટ્રના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના પુણેની હરગુન કૌર માથરુએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. કુલ 34 વિદ્યાર્થીઓએ બીજો ક્રમાંક મેળવ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામમાં છોકરીઓનો બાજી મારી છે. આ વર્ષે 99.98 ટકા છોકરીઓ પાસ થઈ છે. તો 99.97 ટકા છોકરાઓ પાસ થયા છે. ICSE 10મા બોર્ડની પરીક્ષામાં દેશના ચાર વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. પુણેની હરગુન કૌર માથરુ યુપીના અન્ય ત્રણ વિદ્યાર્થી સાથે દેશમાં પ્રથમ આવી છે. સમગ્ર દેશમાંથી 2,31,063 વિદ્યાર્થીઓ અને મહારાષ્ટ્રમાંથી 26,083 વિદ્યાર્થીઓએ ICSE 10મી બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી 1,25,678 છોકરાઓ અને 1,05,385 છોકરીઓ પાસ થઇ છે.
નોંધનીય છે કે ICSE 10મા બોર્ડની પરીક્ષા બે સત્રમાં લેવામાં આવી હતી. પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં અને બીજા સેમેસ્ટરની પરીક્ષા એપ્રિલ-મે 2022માં લેવામાં આવી હતી. હવે આ બંને પરીક્ષાઓને સમાન વેઇટેજ આપીને અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.