ICSE 10મું પરિણામ 2022: ICSE 10મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ICSE 10મા ધોરણની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે બાદ બોર્ડની પરીક્ષાના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની રાહ પણ પૂરી થઈ ગઈ છે. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) એ પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ્સ cisce.org અને results.cisce.org પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.
CISCE બોર્ડે મે મહિનામાં 10મા ધોરણની પરીક્ષા લીધી હતી. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવા જરૂરી છે. CISCE બોર્ડે આ વર્ષે બોર્ડની પરીક્ષા બે ટર્મમાં યોજી હતી. વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ તેમના મોબાઈલ પર SMS દ્વારા પણ જોઈ શકશે. આ માટે તેમણે ICSE<Space><Unique Id>ને 09248082883 પર SMS કરવાનો રહેશે.
ધોરણ 10માનું પરિણામ જોવા માટે, સૌ પ્રથમ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ results.cisce.org અને cisce.orgની મુલાકાત લો. ત્યાર બાદ 10મા ધોરણના પરિણામની લિંક પર ક્લિક કરો. હવે સ્ટુડન્ટ લોગિન વિન્ડો પર તમારું ID, ઈન્ડેક્સ નંબર અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો. બસ વિદ્યાર્થીનું પરિણામ સ્ક્રીન પર દેખાશે. પરિણામ ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ લઇ લો.

ICSE 10મા પરિણામ 2022 માટે રાષ્ટ્રીય પાસ ટકાવારી 99.97 ટકા નોંધાઈ છે. યુપીના ત્રણ વિદ્યાર્થીઓ કાનપુરની અનિકા ગુપ્તા; બલરામપુરના પુષ્કર ત્રિપાઠી અને લખનૌના કનિષ્ક મિત્તલે દેશમાં ICSE પરીક્ષામાં ટોપ કર્યું છે. તેઓએ 99.8% માર્કસ મેળવ્યા છે. સમગ્ર દેશમાં ચાર વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.