Homeઆમચી મુંબઈવિજય પછી ટીમ ઈન્ડિયાને 440 વોલ્ટનો ઝટકો, આ ક્રિકેટર સામે ICCએ કરી...

વિજય પછી ટીમ ઈન્ડિયાને 440 વોલ્ટનો ઝટકો, આ ક્રિકેટર સામે ICCએ કરી લાલ આંખ…

નાગપુરઃ ટીમ ઈન્ડિયાના જિતના જશનમાં રંગમાં ભંગ પડે એવા સમાચાર ટીમ ઈન્ડિયા માટે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ડેશિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1નો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. રવીન્દ્ર જાડેજાએ ખેલાડીઓ અને પ્લેયર સપોર્ટ પર્સોનલ માટેની ICC આચાર સંહિતાની કલમ 2.20નો ભંગ કર્યો હોવાનું જણાયું હતું, જે રમતની ભાવના વિરુદ્ધ વર્તન દર્શાવવા સંબંધિત છે.
ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બોલ સાથે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. 9મી ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગની 46મી ઓવર દરમિયાન આવી બન્યું હતું, જ્યારે જાડેજા તેની આંગળી પર સોથિંગ ક્રીમ લગાવતો જોવા મળ્યો હતો. વીડિયો ફૂટેજમાં ડાબોડી સ્પિનર ​​મોહમ્મદ સિરાજની હથેળીમાંથી કોઈ પદાર્થ લેતો અને ડાબા હાથની તર્જની પર ઘસતો જોવા મળ્યો હતો. મેદાન પરના અમ્પાયરોની પરવાનગી લીધા વિના આ કરવામાં આવ્યું હતું, જેના કારણે રવિન્દ્ર જાડેજા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઘટના બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ આ મામલે અપડેટ આપી હતી. બોર્ડના સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે તે ‘આંગળીમાં દુખાવો દૂર કરવા માટે મલમ’ છે. તમને જણાવી દઈએ કે જાડેજાએ ગુનો કબૂલ કર્યો હતો અને મેચ રેફરીની અમીરાત ICC એલિટ પેનલના એન્ડી પાયક્રોફ્ટ દ્વારા પ્રસ્તાવિત પેનલ્ટી સ્વીકારી લીધી હતી, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી.
આ મેચની પ્રથમ ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 22 ઓવર નાખી હતી અને પાંચ વિકેટ લીધી હતી. તે જ સમયે, રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં 185 બોલમાં 70 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 9 ફોર ફટકાર્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 12 ઓવર નાખીને 2 વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular