Homeટોપ ન્યૂઝICC Player of the Month Award: ટીમ ઈન્ડિયાના મહોમ્મદ સિરાજ અને ગિલ...

ICC Player of the Month Award: ટીમ ઈન્ડિયાના મહોમ્મદ સિરાજ અને ગિલ નોમિનેટ

દુબઇ: આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ટીમ ઈન્ડિયાના આક્રમક બોલર મોહમ્મદ સિરાજ અને ઓપનર શુભમન ગિલ મંગળવારે નોમિનેટ થયા હતા. આ ઉપરાંત, ન્યૂ ઝીલેન્ડનો ઓપનર બેટસમેન ડેવોન કોનવે આ રેસમાં ત્રીજો ખેલાડી છે.
ગયા મહિના દરમિયાન શુભમન ગિલે વન-ડે અને ટવેન્ટી-20 ક્રિકેટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે મહોમ્મદ સિરાજે વન-ડેમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ગિલે ત્રણ વન-ડેની સિરીઝમાં 70, 21 અને 116 રન બનાવ્યા હતા. હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. ગિલ વન-ડે ક્રિકેટ મેચમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો હતો. આ પછી તેણે આગામી બે ઇનિંગ્સમાં 40 અને 112 અણનમ રન બનાવ્યા. તેણે સીરિઝમાં 360 રન બનાવ્યા અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના સર્વોચ્ચ સ્કોરના રેકોર્ડની બરાબરી કરી હતી.
બીજી તરફ મહોમ્મદ સિરાજે શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સાત ઓવરમાં 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ પછી તેણે આગામી બે મેચમાં અનુક્રમે ત્રણ અને ચાર વિકેટ ઝડપી હતી. હૈદરાબાદમાં ન્યૂ ઝીલેન્ડ સામે તેણે ચાર વિકેટ લીધી હતી અને બીજી મેચમાં છ ઓવરમાં માત્ર દસ રન આપીને એક વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular