દિલ્હીઃ ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડની સામે ત્રણ વનડે સિરીઝ હેઠળની પહેલી મેચમાં ભારતનો વિજય થયો હતો. પહેલી મેચ હૈદરાબાદમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો 12 રને વિજય થયો હતો તથા તેમાં શુભમન ગીલે શાનદાર ડબલ સેન્ચુરી કરી હતી. આ મેચમાં ભારતનો વિજય થયો હતો, પરંતુ સ્લો ઓવર રેટની ભૂલ થઈ હતી. ટીમે નિર્ધારિત ટાઈમમાં ત્રણ ઓવર ઓછી ફેંકી હતી. આ ભૂલને કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને ટીમ ઈન્ડિયાને દંડ કર્યો છે.
સ્લો ઓવર રેટના નિયમ અનુસાર હવે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ આપવાનો રહેશે. આઈસીસીના નિયમ આચારસંહિતાના કલમ 2.22 અન્વયે, ટીમના ખેલાડીઓએ દરેક ઓવર માટે દંડ તરીકે 20 ટકા દંડ ચૂકવવો પડશે, કારણ કે ટીમે ત્રણ ઓવરના નિર્ધારિત સમયમાં કરી હતી, તેથી ભારતીય ટીમને દંડ પેટે 60 ટકા રકમ ચૂકવવાની થશે.\
🚨 JUST IN: India have been fined for maintaining a slow over-rate in the first #INDvNZ ODI.
Details 👇https://t.co/HavBvJADyq
— ICC (@ICC) January 20, 2023
અમીરાત આઈસીસી એલિટ પેનલના મેચ રેફરી જવગલ શ્રીનાથે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ ત્રણ ઓવર ઓછી ફેંકી હતી અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાની ભૂલ સ્વીકારી હતી, તેથી તેમાં કોઈ પણ પ્રકારની સુનાવણીની જરુર નથી. હૈદરાબાદ ખાતે રમાયેલી મેચમાં પહેલી બેટિંગમાં ભારતે 349 રન કર્યા હતા તથા તેના જવાબમાં 337 રને ન્યૂઝીલેન્ડ ઓલઆઉટ થવાથી હાર્યું હતું.
આવતીકાલે India અને NZ વચ્ચે બીજી વન-ડે, ઉમરાન મલિક પરત ફરશે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે સીરિઝની બીજી મેચ આજે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. હાલમાં ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ બીજી વનડે જીતીને શ્રેણી પોતાના નામે કરવા ઈચ્છશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરવા ઈચ્છશે. જો કે આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર લગભગ નિશ્ચિત છે, જ્યારે ટીમમાં ઉમરાન મલિકની વાપસી થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. એની સામે શાર્દૂલ ઠાકુરને રજા આપવામાં આવી છે.