ભારતમાં અગ્નિપથ યોજનાને લઈને સામેના હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે એરફોર્સમાં જાહેર થયેલી અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે ત્રણ દિવસમાં 56960 અરજીઓ મળી છે. અગ્નિપથ યોજના હેઠળ ભારતી વાયુસેનામાં ભરતી પ્રક્રિયા પાંચ જુલાઇના રોજ સમાપ્ત થશે. ભારતીય વાયુ સેના આ વર્ષે 3,000 અગ્નિવીરોની ભરતી કરશે. તેમની તાલીમ બે તબક્કામાં પરીક્ષાઓ અને તબીબી પરીક્ષણો બાદ 30 ડિસેમ્બરથી શરૂ થશે.
“56960! https://agnipathvayu.cdac.in પર અગ્નિપથ ભરતી અરજી પ્રક્રિયાના જવાબમાં ભાવિ અગ્નિવીરો તરફથી આજ સુધીમાં પ્રાપ્ત થયેલી અરજીઓની કુલ સંખ્યા છે. નોંધણી પાંચ જુલાઇના બંધ થશે, એમ ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર જણાવ્યું હતું.
56960 !
That’s the total number of applications received till date from future #Agniveers in response to the #Agnipath recruitment application process on https://t.co/kVQxOwkUczRegistration closes on 05 July 2022.
Details about the process available on the website. pic.twitter.com/fkq4HQ3cbx
— Indian Air Force (@IAF_MCC) June 26, 2022
દેશના ઘણા ભાગોમાં અગ્નિપથ યોજનાનો હિંસક વિરોધ થયો હતો. સરકારે 16 જૂને વર્ષ 2022 માટે આ યોજના હેઠળ ભરતી માટેની ઉપલી વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી હતી. ઉપરાંત, બાદમાં તેમની નિવૃત્તિ પછી, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉપક્રમોમાં તેમના માટે પસંદગી જેવા અનેક પગલાંની જાહેરાત કરવામાં આવી હતી.