ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા, 1000 કરોડના કાળા નાણાનો પર્દાફાશ

આપણું ગુજરાત દેશ વિદેશ

આવકવેરા વિભાગે ગુજરાતમાં એક જૂથ પર દરોડા પાડીને રૂ. 1000 કરોડના કાળા નાણાનો પર્દાફાશ કર્યો છે. આ માહિતી CBDT દ્વારા આપવામાં આવી હતી. CBDT વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 24 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ, ઝવેરાત અને રિકવર કરવામાં આવી છે. આ દરોડા 20મી જુલાઈના રોજ ખેડા, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતા સહિત 58 સ્થળોએ પાડવામાં આવ્યા હતા.
બીજી તરફ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે જણાવ્યું હતું કે તેણે રૂ. 3,986 કરોડની કથિત બેંક લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં ચેન્નાઈ સ્થિત સુરાના ગ્રૂપ સામે કાર્યવાહી કરતી વખતે રૂ. 51 કરોડથી વધુની કિંમતની 67 પવનચક્કીઓ જપ્ત કરી છે.
CBDTએ જૂથની ઓળખ આપ્યા વિના જણાવ્યું હતું કે, આ “પ્રખ્યાત” જૂથ બિઝનેસ સમૂહ કાપડ, રસાયણો, પેકેજિંગ, રિયલ એસ્ટેટ અને શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલું છે. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટા દર્શાવે છે કે જૂથ વિવિધ પદ્ધતિઓ અપનાવીને “મોટા પાયે” કરચોરીમાં રોકાયેલું છે, જેમાં રિયલ એસ્ટેટ વ્યવહારોમાંથી “બિનહિસાબી” રોકડ વેચાણ, બોગસ ખરીદી અને રોકડ રસીદોનું બુકિંગ સામેલ છે. આ ઉપરાંત આ બિઝનેસ ગ્રુપ ઓપરેટરો દ્વારા તેની લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં હેરફેર કરીને નફાખોરી કરવામાં પણ સામેલ હતું, એમ CBDTએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.