જાન્વીને યાદ આવી મમ્મી! કહ્યું, નામ તો રોશન કરવું પડશે, મમ્મીની ખૂબ જ યાદ આવે છે

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ જાન્વી કપૂરને તેની માતા અને બોલીવૂડની લેડી સુપરસ્ટાર શ્રીદેવીની યાદ આવી રહી છે. નોંધનીય છે કે તેની બે ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ છે અને બાકીની ત્રણ ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે.

જાન્વીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે મેં મારી મમ્મીને કહ્યું હતું કે મને એક્ટર બનવું છે ત્યારે તેણે મને કહ્યું હતું કે આ ફિલ્ડમાં નહીં આવ. મેં જીવનભર કામ એટલા માટે કર્યું છે કારણ કે હું મારા બાળકોને સારું જીવન આપી શકું. એક્ટરની લાઈફ સરળ નથી હોતી. ત્યારે મેં કહ્યું મને ફિલ્મો પસંદ છે, હું ફિલ્મો વગર જીવી નહીં શકું. ત્યારે મમીએ કહ્યું કે તો તારે ખૂબ જ સખત બનવું પડશે અને હું નથી ઈચ્છતી કે તું એવી થાય. મારી મમ્મી મારી માટે હંમેશા પ્રોટેક્ટિવ હતી. તેણે કહ્યું હતું કે લોકો માટી 300 ફિલ્મો સાથે તારી પહેલી ફિલ્મની તુલના કરશે. તું ડીલ કરી શકીશ? હું જાણતી હતી કે એક્ટિંગ ફિલ્ડ મારા માટે ડિફિકલ્ટ રહેશે, પરંતુ હું જો આફિલ્ડમાં ન હોત તો જીવનભર દુખી થાત.

જાન્વીએ કહ્યું કે, મને મમ્મીની ખૂબ જ યાદ આવે છે. જ્યાં સુધી મમ્મી મને ન ઉઠાડે ત્યાં સુધી હું બેડ પરથી ઊભી નહોતી થતી. તેમનો ચહેરો જોયા વગર મારી સવાર નહોતી થતી અને હવે તેમના વગર જીવતા હજુ પણ શીખી રહી છું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.