Homeવીકએન્ડમેં ઉસકે ઈતની કરીબ હૂં કિ ઉસકે સપનોં મેં નહીં આ સકતી

મેં ઉસકે ઈતની કરીબ હૂં કિ ઉસકે સપનોં મેં નહીં આ સકતી

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

એહસાનમંદ
એહસાનમંદ હૂં મેં ઉનકી
જિનસે મૈં પ્યાર નહીં કરતી.
કિતની તસલ્લી રહતી હૈ મુઝે
યહ માન લેને મેં
કિ ઉનકી કિસી ઔર સે ઘનિષ્ઠતા હૈ.
ઉતની ખુશી કિ વે ભેડ
ઔર મૈં ભેડિયા નહીં.
કિતને સુકૂન સે મૈં ઉનકે સાથ હૂં,
કિતની આઝાદી ઉનસે મિલી હુઈ હૈ,
ઔર યે વે ચીઝેં હૈ
જો પ્યાર હરગિઝ નહીં દે સકતા
યા છીનકર નહીં લે જા સકતા.
– વિસ્લાવા શિમ્બૉસ્કૉ
પૉલેન્ડની ગંભીર અને લોકપ્રિય કવયિત્રી વિસ્લાવા શિમ્બૉસ્કૉને ૧૯૯૬ના સાહિત્ય માટેના નૉબલ પુરસ્કારની જાહેરાત થઈ ત્યારે વિશ્ર્વના મોટા ભાગના કવિતા પ્રેમીઓ માટે આ નામ અજાણ્યું હતું. આ કવયિત્રીને આ પારિતોષિક એનાયત કરાયું ત્યારે રૉયલ સ્વીડિશ ઍકેડેમીએ કહ્યું: ‘વિસ્લાવાની કવિતા માનવ જીવનના સત્યના ઈહિતાસની સાથે જૈવિક સંદર્ભમાં પણ મહત્ત્વપૂર્ણ છે. ‘પૉર્ટેટ ઓફ અ વૂમન’, ‘ઈન પ્રેઈઝ ઓફ માય સિસ્ટર’ તેમજ બાળપણ તથા માતૃત્વ સાથે સંબંધિત કાવ્યોમાં આ જીવ સંબંધી સંદર્ભ જોવા મળે છે. પુરસ્કારવની ઘોષણા વખતે કવયિત્રીએ પ્રતિભાવમાં જણાવ્યું હતું: “મૈં ચકિત હૂં, સ્તબ્ધ હૂં ઔર ભયભીત ભી. ડરી હુઈ ઈસલિયે કિ અબ મુઝે કોઈ સામાન્ય જીવન જીને નહીં દેગા.
વિસ્લાવાનો જન્મ ૨ જુલાઈ ૧૯૨૩ના રોજ પશ્ર્ચિમ પૉલેન્ડના કાર્નિક નામના ગામે થયો હતો. ઈ. સ. ૧૯૩૧માં તેના પરિવારે ક્રૅકૉમાં સ્થળાંતર કર્યું હતું. તેણે ૧૯૪૫થી ૧૯૪૮ દરમિયાન જેગોલિયન યુનિવર્સિટીમાં પોલિશ સાહિત્ય અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ૧૯૫૩માં ક્રેકોના સાહિત્યિક સાપ્તાહિક ‘જિસ્સી લિપ્રેટી’ના સંપાદક તરીકે તે જોડાઈ ગઈ. આ સાપ્તાહિકમાં તેણે ધારાવાહિક ગદ્ય લેખન કર્યું હતું. આ લેખમાળા વાચકોને એટલી ગમી ગઈ કે ત્યાર પછી બીજાં અખબારોમાં તેનું ફરીથી મુદ્રણ થયું અને તેનું પુસ્તક થયું.
પૉલેન્ડના પ્રતિભાશાળી સર્જક ચેસ્લાવ મિર્લાને પૉલેન્ડની બહાર વસી જઈને કવિતા લખી તો વિસ્લાવાએ પૉલેન્ડમાં જ રહીને પોતાના કાવ્યસર્જનને ગતિ અને ગરિમા આપ્યા. પૉલેન્ડમાં સખત સેન્સરશીપ હોવા છતાં પોતાની વિશેષ શૈલીને લીધે તે સેન્સરશીપના ક્રૂર પંજાથી બચતી રહી હતી. વિસ્લાવા રાજનીતિક કવયિત્રી નહોતી, પરંતુ નબળી વ્યવસ્થાનો વિરોધ કરવામાં તેણે જરાયે પીછેહઠ કરી નહોતી. રાજનીતિક કવિતા બાબતે આ કવયિત્રીએ સ્પષ્ટતા કરતાં
લખ્યું છે:
“અરાજનીતિક કવિતાએં ભી ગહરે
અર્થો મેં
રાજનીતિક હૈ ઔર
હમારે ઉપર જો ચંદ્રમા ચમક રહા હૈ
વહ ભી વિશુદ્ધ રૂપ સે ચંદ્રમાં નહીં હૈ
યહાં તક કિ તુમ જંગલો મેં ભી ચલે જાઓ
તો વહાં ભી તુમ રાજનીતિક મૈદાનોં મેં
રાજનીતિક કદમ ઉઠા રહે હોગે.
રોજબરોજના જીવન અનુભવોને કવિતામાં ઉતારવા, તેને ઊંડા સામાજિક- રાજનીતિક આશયોમાં બદલવા, સામાજિક યથાર્થના વિરોધાભાસો, વિડંબનાઓ તથા રાજનીતિક મૂર્ખતાઓને પોતાની કવિતા દ્વારા હાસ્યમિક્ષિત કરુણામાં બદલી નાખવી વગેરે તેની કવિતાની વિશેષતા છે. આ સર્જકે કે કાંઈ કહેવું હતું તે સીધેસીધું નથી કહ્યું. તેણે હાસ્ય- વ્યંગ્યમાં વાત કરીને વ્યવસ્થાની જડતાની હાંસી પણ ઉડાવી છે. ‘એન ઓપીનિયન ઑન ધ ક્વેશ્ર્ચન ઓફ પોર્નોગ્રાફી તેની હાસ્ય- કરુણાથી સભર અવસાદની કવિતા છે.
તેનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધેટ્સ વ્હોટ વી લિવ ફોર’ ઈ. સ. ૧૯૫૨માં પ્રગટ થયો હતો. તેના ૧૬થી વધુ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. ઈ. સ. ૧૯૮૬માં પ્રકાશિત ‘પીપલ ઓન ધ બ્રિજ’ તેનો મહત્ત્વનો કાવ્યસંગ્રહ છે. આ પ્રતિનિધિ સંગ્રહમાંનાં ૨૨ કાવ્યો એ વાતની સાબિતી આપે છે કે સામાન્ય માણસના સુખદુ:ખ સાથે આ કવયિત્રી જોડાયેલી છે અને સામાજિક- રાજનીતિક જીવનની વિડંબનાઓને તે સારી રીતે ઓળખે છે. કાવ્ય સર્જનની સાથે સાથે તેણે ફ્રેન્ચ કવિતાના અનુવાદો કર્યા તો કેટલાંક વિદેશી પૌરાણિક કાવ્યોનું પોલિશ ભાષામાં ભાષાંતર કર્યું. સામે પક્ષે વિસ્લાવાનાં કાવ્યોનો અંગ્રેજી, ઈટેલિયન, સ્વીડિશ, ડેનિશ, હિબ્રૂ, હંગેરિયન, રોમાનિયન તેમજ બલ્ગેરિયન જેવી વિશ્ર્વની અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. આ કવયિત્રીને ૧૯૯૧માં ગોએથે પુરસ્કાર, ૧૯૯૫માં હાર્ડર પુરસ્કાર અને ૧૯૯૬માં પોલિશ પેન કલબ પુરસ્કાર અપાયો હતો. કેટલીક યુનિવર્સિટીઓએ તેને માનદ ડિગ્રીઓ આપી તેનું બહુમાન કર્યું હતું. ૧ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ આ કવયિત્રીનું અવસાન થયું હતું.
વિસ્લાવાની ખૂબ જાણીતી કવિતાનો શ્રી સુરેશ સલિલે હિન્દી ભાષામાં અનુવાદ કર્યો છે. ‘અપની બહન કી તારીફ મેં’ શીર્ષકવાળી આ કવિતા આસ્વાદ્ય છે:
“મેરી બહન કવિતા નહીં લિખતી
ઔર મુઝે નહીં લગતા કિ કભી યક્-બ-યક્
વહ કવિતા લિખને લગેગી
વહ અપની માઁ જૈસી હૈ, જો કવિતા નહીં લિખતી થી
ઔર અપને પિતા જૈસી,
જિન્હેં કવિતા સે કોઈ લેના-દેતા નહીં થા.
મેરે જીજા કવિતા લિખને કે બજાય
મર જાના બેહતર માનેંગે
ઔર યહ હાથ આઈ કવિતા જૈસા મહસૂસ હોતા હૈ
કિ મેરે રિશ્તેદારોં મેં સે કોઈ ભી
કવિ-કર્મ સે જુડા હુઆ નહીં હૈ.
ઐસે બહુત સે પરિવાર હૈ,
જિનમેં કવિતા સે કિસી કા કોઈ લેના-દેના નહીં
ઔર હૈ ભી તો બામુશ્કિલ કિસી એક કા
લેકિન કભી-કભાર ઐસી ભી મિસાલેં
દેખને મેં આતી હૈ કિ એક કે બાદ એક
પીઢિયોં સે કવિતા ઉફનતી ચલી આ રહી હૈ-
આપસી ભાવનાઓ મેં ભીષણ ભંવર બનાતી હુઈ.
મેરી બહન બોલચાલ કા બહુત અચ્છા ગદ્ય ગોદતી હૈ
ઉસકા લિખના-પઢના મહજ છૂટ્ટિયોં કે દૌરાન
લિખે જાનેવાલે પોસ્ટકાર્ડો તક સીમિત હૈ,
પર ઉસકા સૂપ બઢિયા તરીકેસે બના હોતા હૈ
અપની બહન કી છત કે નીચે
મૈં અપને આપકો સુરક્ષિત મહસૂસ કરતી હૂં.
કવયિત્રીની બહેન કવિતા નથી લખતી એ વિશેની આ કવિતા ખૂબ જ સરળ ભાષામાં હૃદયપૂર્વક લખાયેલી છે. વિસ્લાવાની ચોખ્ખી ચટ્ટાક ઊર્મિ-લાગણી- સંવેદના તેમાં પેશ થઈ છે. રજાઓના દિવસોમાં તેની બહેન પોસ્ટકાર્ડ્ઝ લખે છે. તેમાં સંબંધનો તંતુ જોડાયેલો છે. પોસ્ટકાર્ડમાં લખાયેલો ટૂંકો સંદેશો ઘણું બધું કહી જતો હોય છે.
વિસ્લાવાની ‘વિયેતનામ’ શીર્ષક હેઠળન્ી કવિતાની એક એક પંક્તિ આપણને હચમચાવી નાખ્ો તેવી છે. જુઓ:
“સ્ત્રી, ક્યા નામ હૈ તુમ્હારા?
નહીં પતા મુઝે
કિતની ઉમ્ર હૈ તુમ્હારી? કહાં સે હો?
નહીં જાનતી
ક્યોં ખોદી યે ખડક?
નહીં પતા.
કબ તક છિપી રહોંગી યૂં?
નહીં જાનતી.
મેરી ઉંગલી ક્યોં કાટી તુમને?
મુઝે નહીં પતા.
નહીં જાનતી તુમ કિ હમસે
તુમ્હેં નહીં પહુંચી કભી ઠેસ?
મુઝે નહીં પતા.
કિસકી તરફ હો તુમ?
નહીં પતા.
યુદ્ધ હૈ યે
કિસી એક કો તો તુમ્હેં ચુનના હોગા.
મુઝે નહીં પતા.
કયા તુમ્હારા ગાંવ છૂટા હૈ?
મુઝે નહીં પતા.
કયા યે તુમ્હારે બચ્ચે હૈ?
હા.
આ કવયિત્રી પોતાની રચનાત્મક જિંદગીના આરંભમાં ઈન્સાનિયતને પ્રેમ કરતી હતી. માનવજાતિ માટે તે કશુંક કરવા ઈચ્છતી હતી, પરંતુ માનવજાતિને બચાવવાનું સંભવ નથી. એવો તેને અહેસાસ થયો હતો. આ જ સંદર્ભમાં ‘વિયેતનામ’ કવિતા માનવ પરના અત્યાચાર અને આતંકને વ્યક્ત કરે છે. કેદીઓના કેમ્પમાં પુરાયેલી સ્ત્રીને પૂછવામાં આવતા પ્રશ્ર્નોના તે એક જ ઉત્તર આપે છે કે ‘મને ખબર નથી. પરંતુ ‘ક્યા યે તુમ્હારે બચ્ચે હૈ’ એવા સવાલના જવાબમાં તે હકાર ભણે છે. આ કાવ્યનો તે અંત નથી, પણ આરંભ છે. તે મઝલૂમ સ્ત્રી તેના બાળકો માટે જ માત્ર જીવી રહી છે. એવો જવાબ સૌની આંખોને ભીની કરી નાખે છે. એક માતા તેનાં બાળક- બાળકોને કેટલો પ્યાર કરતી હોય છે તેનો અંદાજ કોઈને પણ હોતો નથી.
યુદ્ધ પૂરું થયા પછી જે લોકો બચી ગયા છે તેઓના દિલ- દિમાગમાંથી યુદ્ધનો ડર ક્યારેય ખતમ થતો નથી. ‘આરંભ ઔર અંત’ નામની કવિતાનો એક અંશ જોઈએ:
“હર યુદ્ધ કે બાદ
કરની હોગી કિસી કો તો સફાઈ.
આખિર, સબ સ્વયં હી
ઠીક તો નહીં હો જાયેગા.
કિસી કો તો હટાના હોગા મલબા,
કરની હોંગી સડકે સાફ,
તાકિ મિલ શકે રાસ્તા
લાશોં સે લદી ગાડિયોં કો.
યહ સબ ચલેગા કઈ સાલ યૂં હી
નહીં હૈ તસ્વીર ખીંચે જાને લાયક ભી.
અબ જા ચુકે હૈં સભી કૈમરે
કિસી ઔર યુદ્ધ કો ખોજને.
હાથ મેં ઝાડૂ લિયે, યાદ કરતા હૈ કોઈ
કિ પહલે સબ કૈસા થા
કોઈ સુનતા હૈ, ઔર હાં મેં હિલાતા હૈ
અપના અનકટા સર.

RELATED ARTICLES

Most Popular