ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો મિત્ર કામની શોધમાં, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર્સની વાત કરવામાં આવે ત્યારે વિનોદ કાંબલીનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પરંતુ આ સ્ટાર ક્રિકેટર અત્યારે કામની શોધમાં છે. વિનોદ કાંબલીના જણાવ્યા અનુસાર પેન્શન અત્યારે એકમાત્ર આવકનો સ્ત્રોત છે અને તેઓ મેદાન પર કોઈ પણ કામ કરવા માટે તૈયાર છે. તેમણે પોતાના મિત્ર સચિન તેંડુલકર વિશે પણ વાત કરી હતી.

લગભગ 30 વર્ષ પહેલાની વાત છે, જ્યારે વિનોદ કાંબલીએ પોતાની શરુઆતની સાત મેચમાં જ 793 રન ફટકાર્યા હતા. 1993માં જ્યારે કોઈ 113.29ની સ્ટ્રાઈક રેટથી ટેસ્ટ મેચમાં રન ફટકારે તો વિચારી લો, તેની બેટિંગ કેટલી ખતરનાક હશે. તે વર્ષે 224 અને 227 તેમનો બેસ્ટ સ્કોર હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત પણ જોરદાર રીતે કરી હતી પરંતુ બાદમાં તેઓ પોતાનું ફોર્મ જાળવી ન શક્યા અને ટીમની બહાર થઈ ગયા.

ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર પ્લેયરની સ્થિતિ અત્યારે દયનીય છે. તેઓ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, તેમણે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મેદાન પર કોઈ પણ કામ કરવાની તૈયારી દર્શાવી છે.

હવે વિનોદ કાંબલીને ઓળખવા પણ મુશ્કેલ છે. તેમના ગળામાં હંમેશા જોવા મળતી સોનાની ચેન, હાથનું કડુ, મોટી ઘડિયાળ બધુ જ ગાયબ થઇ ગયું છે. વિનોદ કાંબલીની આવકનો એકમાત્ર સ્ત્રોત છે BCCI દ્વારા આપવામાં આવતું પેન્શન જે 30,000 રુપિયા છે.

ઉલ્લેખનીય છે કે વિનોદ કાંબલીએ અત્યાર સુધી કોચ તરીકે પણ કામ કર્યું છે. 2019માં તેઓ મુંબઈ ટી20 લીગના કોચ હતા. આ સિવાય તેઓ Tendulkar Middlesex Global Academy સાથે પણ જોડાયેલા હતા, જ્યાં તેઓ યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપતા હતા, પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેમણે તે કામ છોડવુ પડ્યુ હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.