મારે મને જ પુરવાર કરવાનો છે…

58

આજે આટલું જ -શોભિત દેસાઈ

પાણીમાં હરીફોની હરીફાઇ ગઇ
શક્તિ ન હતી, અલ્પતા દેખાઇ ગઇ
માપ દરિયાનું કાઢવા નાદાન નદી
ગજ પોતાનો લઇ નીકળી ખોવાઇ ગઇ
– મરીઝ
બસ આવું જ કૈં થયું છેલ્લા બે રવિવાર દરમિયાન. હું ય નીકળ્યો તો ખરો મહાત્માનું માપ કાઢવા… પણ ગજ બહુ ટૂંકો પડ્યો. આમ તો ધાતુને બદલે રબરનો ગજ બદલાવીને લાંબો ટૂંકો, ઈં ખયફક્ષ ટૂંકો લાંબો કરી શકાય એમ હતું… પણ સોમનાથની તોડેલી મૂર્તિઓ અને લૂંટેલા ઘરેણાંએ ગઝનીને પાછલા અંંતિમ વર્ષોમાં સુવા નહોતો દીધો. બેબાકળી આંખે છત તાકયા કરતો હતો એ. એટલે …. ગજને ગજ રહેવા દેવાય, રમત ન થાય એની સાથે, અને… બીજું સત્ય એ પણ સમજાયું કે અત્યારે ભરપૂર સમય છે, જે સભરતાથી વીતી રહ્યો છે. તો આવા સમયમાં, ગજથી પહેલાં તો મને ખુદને ચકાસી લઉં… પછી બીજાને માપું… અને આ તો પાછા મહાત્માને માપવાના… મુજ પામરનું તો એ કંઇ કામ હોતું હશે! એટલે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ પર પર્દો પડે છે…
ભ્રમમાં હતો હું એવો કે એક બે જણા છે
પાછળ નજર કરી મેં તો સાથમાં ઘણા છે
અદ્ભુત જીવન,ને એ પણ માંગ્યા વગર મળ્યું છે
આંસુ, ઉદાસી, દુુ:ખ તો એના વધામણા છે.
‘સલામતી અને નીતિમત્તા’ ઉપરના એક તયળશક્ષફિ માં સ્વામિનારાયણ સંપ્રદાયના એક ભગવાધારી સંત સાધુ બ્રહ્મવિહારીદાસે એક સરસ વાત કરી હતી. ‘જ્યારે જ્યારે પણ માનવમૂલ્યોને કેન્દ્રમાં રાખવામાં આવે છે ત્યારે દ્રવ્યોપાર્જન આપોઆપ થતું હોય છે… તમે બધાએ અમેરિકાની સુખ્યાત કંપની એલકોવા એલ્યુમિનિયમ કોર્પોરેશન વિશે તો સાંભળ્યું જ હશે. વિશ્ર્વના ૪૦ દેશોમાં હાજરી નોંધાવતી જગતની મોટામાં મોટી એલ્યુમિનિયમ ઉત્પાદન કંપની… એલકોવા, જેમાં કામ કરતા લોકોની સંખ્યા હતી બે લાખ. કંપની બેહાલ બિસ્માર હાલતમાં આવી ગઇ… નુકસાન ઉપર નુકસાન ઉપર નુકસાન… વર્ષો સુધી અને થી. હાલત સુધરવાનો કોઇ આરો ઓવારો ના દેખાય.બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નવું ચેતન કંપનીમાં પૂરવાનો નિર્ણય લીધો. એમણે કંપની માટે એક નવા, ઉત્સાહપ્રેરક ઈઊઘ નિમવાનું નક્કી કર્યું, સમુળગા બદલાવ માટે-નવા ધ્યેય તય કરવા અને પાર પાડવા માટે. ૧૯૮૭માં એમણે પોલ ઓનીલને કંપનીના સર્વેસર્વા તરીકે નિયુક્ત કર્યાં. પોલ સાથે પ્રથમ મિટિંગ યોજાઇ, તમામ ડાયરેક્ટર્સ અને મુખ્ય રોકાણકારો સાથે, એક જ આશા આ બધાને કે આ નવા, યુવાન પોલ ઓનીલ બહુ સત્વરે કંપનીને જૂના, સર્વોચ્ચ સ્થાને પહોંચાડી દેશે. રાહ જોતા હતા બધા મિટિંગમાં ખૂબ બધા દસ્તાવેજ-કાગળ ઈત્યાદી સજ્જ આંકડાકીય માયાજાળ સાથેની ગંજાવર રજૂઆતની. એમના નાક અને કાન નફો નામનો શબ્દ સુંઘવા હરપળે વધુ ને વધુ ઉત્સુક બનતા જતા હતા. અને તમે માનશો મિટિંગ કેટલો વખત ચાલી? માંડ દસ મિનિટ !!! કોઇ કાગળ નહીં, બેગ નહીં, એટેચી નહીં. કશાય વગરના પોલ ઓનીલ ઊભા થાય છે અને એટલું જ કહે છે: ‘એલકોવા માટે મારે એક જ વાત મહત્ત્વની છે: સલામતી, સંપૂર્ણ પરમ સલામતી. મેં શોધ્યું છે કે સલામતી ન હોવાથી થતી ઇજાઓ દર સો દિવસે બે દિવસ ખાઇ જાય છે. ફેકટરીને થતું એ બે દિવસનું નુકસાન મારે શૂન્ય પર લાવવું છે. આજે આપણે સલામતી સિવાય બીજી કોઇ ચર્ચા નથી કરવાની.’ એક જણાએ સવાલ કર્યો: ‘નફો કરવાનું ક્યારથી અને કંઇ રીતે શરૂ થશે?’ તરત પોલ બોલ્યા: ‘મારો એકમાત્ર નફો સલામતી છે. આ મિટિંગ અહીં પૂરી થાય છે.’ મિટિંગ પછી કેટલાક ડાયરેક્ટર્સ પોતપોતાના રોકાણકારો પાસે જઇને એટલું જ બોલ્યા: ‘હે ભગવાન! આ તો કોઇ વરણાગિયો નસીબમાં પટકાયો! ફસાઇ ગયા આપણે….’ પોલ ઓનીલે તો તરત મુસદ્દો ઘડી કાઢયો: ‘કંપનીના કોઇ પણ વિભાગમાં અકસ્માત થાય અને કામગારનું મોત નીપજે, તરત જ મેનેજરને પાણીચું આપવામાં આવશે. કયાંય કોઇ પણને ઇજા પહોંચે, તરત મને જાણ કરવી. હું એની અંગત દરકાર કરીશ, જેટલા દિવસો એ કામ ન કરી શકે, એને બમણો પગાર આપવો અને એ વધારાના પગારની રકમ મેનેજરના પગારમાંથી કાપી લેવી. વાંક કોઇનો પણ હોય, આપણી ફેકટરીમાં ઇજાનું અસ્તિત્વ જ ન હોવું જોઇએ. એલકોવામાં એક નવી જ પ્રથા ઉભી થઇ ગઇ. ઇજા વગરની પ્રથા. એલકોવાની જે જે ફેકટરીઓ ઇજારહિત બનવા માંડી, પોલે સમગ્ર સ્ટાફને એકસરખો પગારવધારો આપી દીધો. નાના અને મધ્યમ મજૂરો-કામદારોને એક બહુ મોટો સધિયારો બેસવા માંડ્યો કે સૌથી ઉપરની હરોળમાં આપણું કોઇક છે, જે આપણે માટે લડે છે… આપણી ચિંતા કરે છે…. આપણી અંગત જિંદગીઓ વિશે ચિંતિત છે. બસ પછી તો… પ્રતિબદ્ધતામાં અનેકગણી વૃદ્ધિ થઇ, ઇજાઓ બિલકુલ ગાયબ થઇ ગઇ અને પહેલા જ વર્ષે કંપનીએ નફો કર્યો ૮૫૦૦ કરોડ રૂપિયાનો!!! પોલ ઓનીલના પગલાંને લીધે, પોલે જયારે એલકોવા છોડી ત્યારે કંપનીનું મૂલ્યાંકન હતું બે લાખ ૩૦ હજાર કરોડ રૂપિયા!!! ફકત એક માણસની વિચારધારા કેટલો ફરક પાડી શકે છે, એનો જીવંત દાખલો.
હું તમને એમ પૂછું? કે આ મુદ્દો મેં મોદીસાહેબે લોકસભાને સંબોધ્યાના ચોથા દિવસે કેમ મૂક્યો હશે?!
આજે આટલું જ….

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!