મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પ્રહાર જનશક્તિ પાર્ટીના વડા બચ્ચુ કડુ અને અમરાવતીના ધારાસભ્ય રવિ રાણા વચ્ચે રાજકીય સંઘર્ષ શરૂ થયો છે. આ લડાઈમાં બંને નેતાઓએ એકબીજા પર ઉગ્ર આક્ષેપો કર્યા હતા. આ બધાની વચ્ચે બચ્ચુ કડુએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના છ-સાત સમર્થક ધારાસભ્યો સાથે સરકારમાંથી બહાર નીકળવાની ચેતવણી આપી હતી. જોકે, બંને ટોચના નેતાઓની મધ્યસ્થી બાદ બચ્ચુ કડુ અને રવિ રાણા વચ્ચેનો વિવાદ સમાપ્ત થયો છે. રવિ રાણાએ સોમવારે માફી માંગીને મામલો ખતમ કરી દીધો હતો. જ્યારે બચ્ચુ કડુએ મંગળવારે સાંજે અમરાવતીમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ પાવર શોની ગરમી છેક મુંબઈ સુધી જોવા મળી હતી. જેના કારણે મુંબઈમાં પણ રાજકીય હલચલ વધી ગઈ હતી. બચ્ચુ કડુએ ચેતવણી આપી હતી કે અમે ડૂબી જઈશું પણ તમને પણ લઇને ડુબીશું. જોકે, બચ્ચુ કડુએ રવિ રાણા સાથે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધનો અંત લાવતા કહ્યું હતું કે તે પહેલી ભૂલ હતી તેથી માફ કરી છે.
મહારાષ્ટ્રમાં 50 ખોખા (50 કરોડ રૂપિયા)ની લડાઈને લઈને ધારાસભ્ય રવિ રાણા અને પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય બચ્ચુ કડુ વચ્ચે વિવાદ થયો હતો. ધારાસભ્ય રવિ રાણાએ આરોપ લગાવ્યો હતો કે બચ્ચુ કડુ અને તેમના સમર્થક ધારાસભ્યોએ 50 ખોખા એટલે કે 50 કરોડ રૂપિયા લઈને શિંદે-ભાજપ સરકારને સમર્થન આપ્યું છે. રવિ રાણાની આ વાત પર બચ્ચુ કડુ ગુસ્સે છે. તેમનું કહેવું છે કે કાં તો સાબિતી આપો નહીંતર માફી માગો. દેવેન્દ્ર ફડણવીસ અને સીએમે સમજાવ્યા બાદ ધારાસભ્ય રવિ રાણાએ આ મામલે જાહેરમાં માફી માંગી છે.
હમ તો ડુબેંગે, તુમકો ભી નહીં છોડેંગેની ચેતવણી શિંદે સરકારની હાલકડોલક નૈયા માટે છેલ્લો ખીલો સાબિત થશે?
RELATED ARTICLES