Homeટોપ ન્યૂઝમને તમારા પર ભરોસો નથી, ચામાં ઝેર ભેળવી દીધું હોય તો...

મને તમારા પર ભરોસો નથી, ચામાં ઝેર ભેળવી દીધું હોય તો…

લખનઉ: આજે અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમાજવાદી પાર્ટી (સપા)ના ટિવટર એડમીન મનિષ જગનની લખનઉ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની વિરૂદ્ધ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા છે. જેના વિરોધમાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ પોલીસ મુખ્યાલય પહોંચી ગયા હતા.
તેમણે કહ્યું કે સરકારની તાનાશાહી નહીં ચાલે. આવું કહીને તે પોતાના કાર્યકર્તા સાથે ત્યાં જ બેસી ગયા. એટલું જ નહીં, પણ સપાના કાર્યકર્તા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે અને સપાના નેતાઓની ધરપકડ કરી રહી છે.

પોલીસ મુખ્યાલયમાં હાજર સપાના અધ્યક્ષને પોલીસે ચા માટે પૂછ્યું ત્યારે અખિલેશ યાદવે ચા પીવાનો તો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે અમને તમારા પર ભરોસો નથી. શું ખબર તમે ચામાં ઝેર ભેળવીને મને આપી દો તો…
અધિકારીઓના આગ્રહને જોતા અખિલેશે કહ્યું કે અમે અમારા માટે બહારથી ચા મંગાવી લેશું અને આટલું કહીને તેમણે એક કાર્યકર્તાને બહારથી ચા લાવવાનું કહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular