નવી દિલ્હીઃ લોકસભામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને રાહુલ ગાંધીએ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી ત્યારબાદ વડા પ્રધાન મોદીએ પણ તેનો જવાબ આપ્યો હતો. જોકે, લોકસભામાં રાહુલને અસંસદીય ટિપ્પણી કરવાના કિસ્સામાં નોટિસ પણ મોકલવામાં આવી હતી ત્યાર બાદ ફરી આ મુદ્દે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. મેં અદાણી મુદ્દે કંઈ ખોટું કહ્યું નથી અને તમે ચાહો તો ગૂગલ પણ સર્ચ કરી શકો છો, એવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા મને ગૃહમાં વડા પ્રધાન મોદી અને અદાણીના સંબંધ મુદ્દે સ્પીચ આપી હતી. જોકે, મેં એ વાત શાંતિ અને શિસ્તપૂર્વક જણાવી હતી, જેમાં કોઈ પણ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો નહોતો. મારા તરફથી ફક્ત થોડી માહિતી રજૂ કરવામાં આવી હતી. મેં એટલું જ જણાવ્યું હતું કે કઈ રીતે પીએમ મોદી સાથે અદાણી વિદેશની ટૂર પર જાય છે અને પછી તેમને કઈ રીતે મોટા મોટા કોન્ટ્રાક્ટ મળી જાય છે. કઈ રીતે 30 ટકા એરપોર્ટ ટ્રાફિક અદાણી દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેમની સ્પીચને પૂરી રીતે એડિટ કરવામાં આવી હતી. અદાણી અને અંબાણીની વાત કરવામાં પણ પીએમનું અપમાન થતું હોય એમ લાગે છે.
હવે રાહુલ એ વાતની દલીલ કરે છે કે ગૃહમાં કોઈના પણ ભાષણને ત્યારે હટાવવામાં આવે છે, જ્યારે વિના કોઈ તથ્ય રાખવામાં આવી હોય, પરંતુ મારા તરફથી રજૂ કરવામાં આવેલું નિવેદન ફેક્ટ્સને આધારે કર્યું હતું.