નીતિન દેશમુખે કર્યો ધડાકો! કહ્યું, હું ઉદ્ધવ ઠાકરે સાથે છું, મારુ અપહરણ કરવામાં આવ્યું હતું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા નીતિન દેશમુખે મોટો દાવો કર્યો છે. અકોલાના વિધાનસભ્ય નીતિન દેશમુખ એકનાથ શિંદેની સાથે હતા. તેઓ નાગપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે સુરતમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. એકનાથ શિંદે સાથે સુરતમાં હાજર રહેલા નીતિન દેશમુખે કહ્યું કે તેઓ ઉદ્ધવ ઠાકરે અને બાળાસાહેબ ઠાકરેના શિવસૈનિક છે.

શિવસેનાએ ગઇ કાલે એવો દાવો કર્યો હતો કે શિવસેનાના નેતાઓનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું છે અને તેમને સુરતની હોટલમાં લઇ જવામાં આવ્યા છે.
શિવસેનાના વિધાનસભ્ય નીતિન દેશમુખે કહ્યું છે કે 100-150 પોલીસકર્મીઓ મને હોસ્પિટલ લઈ ગયા અને એવું નાટક કરવામાં આવ્યું કે મારા પર હુમલો થયો છે. તેઓ મારા પર ઓપરેશન કરવા માંગતા હતા, જેથી તેઓ મને નુકસાન પહોંચાડી શકે. ભગવાનની કૃપાથી હું ઠીક છું. હું ઉદ્ધવ ઠાકરેની સાથે છું.

“>

શિવસેનાએ અગાઉ પણ ગુજરાત પોલીસ પર સુરતની એક હોટલમાં ધારાસભ્ય નીતિન દેશમુખને માર મારવાનો આરોપ લગાવ્યો હતો. સુરતના સ્થાનિક શિવસેના પક્ષના નેતા પરેશ ખેરે કહ્યું હતું કે નીતિન દેશમુખ હોટલમાંથી બહાર આવીને ચોકડી પર આવ્યા હતા, જ્યાં તેમણે મુંબઈ જવા માટે અમારી પાસે મદદ માંગી હતી. ત્યારપછી પોલીસ ત્યાં પહોંચી અને તેમને પકડીને હોટેલ પરત લઈ ગઈ. નીતિન દેશમુખે વિરોધ કર્યો તો તેમને માર મારવામાં આવ્યો હતો.

શિવસેનાના નેતા સંજય રાઉતે આ સમગ્ર ઘટના વિશે દાવો કર્યો હતો કે ભાજપે તેમના ધારાસભ્યોનું અપહરણ કર્યું છે. તેમના ધારાસભ્યો મુંબઈ પાછા આવવા માંગે છે, પરંતુ તેમને પાછા આવવા દેવાયા નથી. બીજી તરફ ધારાસભ્ય નીતિન દેશમુખની પત્નીએ મંગળવારે અકોલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.